National Doctors Day: આ થીમ પર આધારિત છે આજે ડૉક્ટર્સ ડે, જાણો વધુ

01 July, 2022 04:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દર વર્ષે 1 જુલાઇનો દિવસ દેશમાં નેશનલ ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે જાણો કેમ ઉજવવામાં આવે છે આ દિવસ અને આ વખતની થીમ કઈ છે?

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

National Doctors Day 2022: ડૉક્ટર્સને ભગવાનનો સ્વરૂપ માનવામાં આવે છે. જેમની માનવ જીવનમાં શું યોગદાન છે જે જણાવવાની તો જરૂર નથી. કોરોના કાળમાં ડૉક્ટર્સે પોતાનાથી શક્ય તેટલા બધા પ્રયત્નો કર્યા લોકોને બચાવવા માટે. ભારતમાં એક જુલાઈનો દિવસ ડૉક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ડૉક્ટર્સના કામ અને તેમના સન્માનમાં લોકો તેમને શુભેચ્છાઓ આપે છે તેમજ તેમનો આભાર માને છે. તો જાણો ડૉક્ટર્સ ડેનો ઇતિહાસ, મહત્વ આ વર્ષની થીમ વિશે...

કેમ ઉજવવામાં આવે છે આ દિવસ?
ભારતમાં ડૉક્ટર્સ માટે 1 જુલાઈનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે.

આ દિવસે મહાન ફિઝિશિયન અને બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉ. બિધાન ચંદ્ર રૉયનો જન્મ થયો હતો. ડૉ. રૉયને દેશના સર્વોચ્ચ ભારત રત્ન દ્વારા પણ નવાજવામાં આવ્યા હતા.

તેમના જ સન્માનમાં તેમના જન્મદિવસે આખા દેશમાં ડૉક્ટર્સ ડે ઉજવવામાં આવે છે.

ક્રિટીકૅર એશિયા મલ્ટીસ્પેશિયાલિટી હૉસ્પિટલના ડિરેક્ટર અને પલ્મોનોલૉજિસ્ટ, ડૉ. દીપક નામજોષીનું માનવું છે કે, `સ્ટ્રૉન્ગ હેલ્થ કેર સિસ્ટમ કોઈ દેશનો વિકાસ અને પ્રગતિ દર્શાવે છે. જ્યારે લોકો ખુશ હોય છે, સ્વસ્થ રહે છે તો તે દરેક કામને બહેતર રીતે કરી શકે છે અને આમાં દેશની ઇકોનૉમીને પણ પ્રોત્સાહન મળે છે. ડૉક્ટર્સ હેલ્થકૅર સિસ્ટમનો પાયો છે અને તેમના પર સમાજને સ્વસ્થ રાખવાની જવાબદારી હોય છે. કોવિડ-19 મહામારી દરમિયાન ડૉક્ટર્સે અલગ જ મિસાલ રજૂ કરી હતી. ડૉક્ટર્સ સિવાય નર્સ અને મેડિકલ  ટીમ્સ પણ દિવસ-રાત કામ પર હતી આ મહામારીનો સામનો કરવા સતત કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ડૉક્ટર્સ પોતે પણ કોરોનાની ચપેટમાં આવ્યા અને પેશન્ટ્સને બચાવતાં-બચાવતાં તેમના પણ જીવ ગયા. દેશને આ ગંભીર મહામારીમાંથી બહાર કાઢવાની સંપૂર્ણ જવાબદારી ડૉક્ટર્સ પર હતી અને તેને નિભાવવામાં તે ઘણી હદે સફળ પણ રહ્યા. તો આ વાતને પણ નકારી ન શકાય કે એક સ્વસ્થ અને સુપર પ્રૉડક્ટિવ રાષ્ટ્રના નિર્માણમાં ડૉક્ટર્સની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે.`

વિશ્વમાં કેવી રીતે થઈ શરૂઆત?
વિશ્વમાં સૌથી પહેલા ડૉક્ટર્સ ડેની શરૂઆત 30 માર્ચ 1933માં અમેરિકાના જૉર્જિયાથી થઈ હતી.
ફિઝિશિયનના સન્માનમાં આ દિવસ નક્કી કરવાનો આઇડિયા યૂડોરા બ્રાઉન એલમંડે આપ્યો. જે ડૉક્ટર ચાર્લ્સ બી એલમન્ડની પત્ની હતી. 30 માર્ચ 1958માં યૂએસના હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સે ડૉક્ટર્સ ડે રિઝૉલ્યૂશન અપનાવ્યો.

ડૉક્ટર્સ ડે 2022ની થીમ
દર વર્ષે ડૉક્ટર્સ ડેનું સેલિબ્રેશન કોઈક ને કોઇક થીમ સાથે કરવામાં આવે છે. આ વર્ષે નેશનલ ડૉક્ટર્સ ડેની થીમ છે -  `ફેમિલી ડૉક્ટર્સ ઑન ધ ફ્રન્ટ લાઈન`

નેશનલ ડૉક્ટર્સ ડેનું મહત્વ
નેશનલ ડૉક્ટર્સ ડે ડૉક્ટર્સને તેમના કામ માટે આભાર તેમજ સન્માન આપવા માટે ઉજવવામાં આવે છે. બાળકના જન્મથી લઈને હેલ્દી લાઇફસ્ટાઈલ જીવવા સુધીમાં ડૉક્ટર્સની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. આ વાતથી લોકોને માહિતગાર કરવા માટે ડૉક્ટર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.

national news