Farmer Protest: Greta Thunberg Toolkit કેસમાં Disha Raviની ધરપકડ

14 February, 2021 02:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Farmer Protest: Greta Thunberg Toolkit કેસમાં Disha Raviની ધરપકડ

ગ્રેટા થનબર્ગ

ગ્રેટા થનબર્ગ ટૂલકિટ કેસ (Greta Thunberg Toolkit Case)માં દિલ્હી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસની સ્પેશિયલ સેલે બેંગલુરૂથી 21 વર્ષની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha Ravi)ની ધરપકડ કરી છે. સ્પેશિયલ સેલના અધિકારીઓના જણાવ્યા મુજબ દિશા રવિ કેસની એક કડી છે. શરૂઆતના પૂછપરછમાં દિશાએ જણાવ્યું કે તેણે ટૂલકિટમાં કંઈક એવી વસ્તુઓ એડિટ કરી છે અને પછી તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરી હતી અને આગળ વધારી હતી.

સ્પેશિયલ સેલ હવે રિમાન્ડમાં લઈને વધુ પૂછપરછ કરશે. સૂત્ર મુજબ અત્યારે આ કેમમાં ઘણી ધરપકડ કરવામાં આવશે.

દિશા રવિ ફ્રાઈડે ફૉર ફ્યૂચર કેમ્પેનની ફાઉન્ડરોમાંથી એક છે

આરોપ છે કે દિશા રવિેએ 26 જાન્યુઆરીની હિંસાને લઈને સાઈબર સ્ટ્રાઈક માટે બનાવવા માટે જોડાયેલી ટૂલકિટને એડિટ કર્યું હતું. તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરી અને એને આગળ સર્ક્યુલેટ કર્યું હતું. મળેલી જાણકારી અનુસાર દિશા રવિ ફ્રાઈડે ફૉર ફ્યૂચર કેમ્પેનની ફાઉન્ડરોમાંથી એક છે. 4 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પોલીસે ટૂલકિટને લઈને કેસ નોંધ્યો હતો.

જણાવી દઈએ કે તાજેતરમાં સ્વીડનના પર્યાવરણીય એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને ટેકો આપ્યો હતો. તેમણે ટ્વિટર પર ટૂલકિટ પણ પોસ્ટ કરી હતી. એમાં ભારતને આંતરરાષ્ટ્રીય સ્તર પર બદનામ કરવા માટે આંદોલનથી સંબંધિત વીડિયો, પોટો, ટ્વિટર હૅશટૅગ, ટેગિંગ અકાઉન્ટની લિસ્ટ સહિત અન્ય સામગ્રી સામેલ હતી.

ટૂલકિટ એટલે શું

જણાવી દઈએ કે ટૂલકિટમાં ટ્વિટર દ્વારા કોઈપણ અભિયાનના ટ્રેન્ડ સંબંધિત માર્ગદર્શિકા અને સામગ્રી હોય છે. એમાં હૅશટૅગ, ટૅગિંગ અકાઉન્ટ્સ, વીડિયો અથવા ફોટો અને સંબંધિત વિષયથી જોડાયેલી જાણકારી હોય છે. તમે કહીં શકો કે એમાં ટ્વિટર પર ટ્રેન્ડ કરવા માટે તેમની પાસે બધી માહિતી અને સામગ્રી હોય છે. તેને બસ કૉપી-પેસ્ટ કરવાનું હોય છે. એમાં તારીખ અને સમય નક્કી હોય છે, જોકે એકસાથે તે હૅશટૅગને ટ્વિટર પર ટ્રેન્ડ કરાઈ શકે અને સંબંધિત પક્ષ વિરૂદ્ધ વાતાવરણ ઉભું કરી શકે. એનાથી સ્પષ્ટ થાય છે કે ટૂલકિટમાં કેટલી ખતરનાક સામગ્રી હોય છે.

national news new delhi delhi police Crime News