Kerala: કેરળમાં 17 વર્ષીય બાળકી પર 38 પુરૂષોએ ગુજાર્યો બળાત્કાર

19 January, 2021 11:03 AM IST  |  Kerala | Gujarati Mid-day Online Correspondent

Kerala: કેરળમાં 17 વર્ષીય બાળકી પર 38 પુરૂષોએ ગુજાર્યો બળાત્કાર

પ્રતીકાત્મક તસવીર

કેરળના મલપ્પુરમ વિસ્તારમાં એક 17 વર્ષીય બાળકીએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા ઘણા મહિનાઓમાં 38 પુરૂષો દ્વારા તેના પર બળાત્કાર ગુજારવામા આવ્યો હતો અને તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. પોલીસે 44 પુરૂષો વિરૂદ્ધ કુલ 32 કેસ નોંધાયા છે અને તેમાંથી મોટાભાગના પુરૂષોની ધરપકડ કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના અનુસાર અત્યાર સુધીમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

મહિનાઓથી ચાલી રહેલા આ ગંદી રમતમાં મલપ્પુરમ પોલીસે ત્રણ બળાત્કારના કેસ સહિત 32 કેસ નોંધ્યા છે. કેરળના મલપ્પુરમ જિલ્લાના પંડિક્કડ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષોમાં આવા કેસ સામે આવ્યા છે. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ યુવતની પોતાની માતા સાથે મલપ્પુરમ જિલ્લાના પંડિક્કડ વિસ્તારમાં એક નાની કૉલોનીમાં રહેતી હતી. 2015માં મતાની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસમાં ગુમ થયાના કેસો નોંધાયા હતા.

પરિવારે આરોપ લગાવ્યો છે કે યુવતી તેના મિત્ર સાથે ગઈ હતી અને ફરિયાદોના આધારે, તેને શોધી કાઢવામાં આવી અને પરિવારને પરત સોંપવામાં આવી હતી. POCSOના બે કેસ નોંધાયા હતા. 2017માં પરિવારના ફરિયાદના આધારે એક સમાન કેસ ફરીથી દાખલ કરવામાં આવ્યો હતો.

તમામ કેસોમાં આરોપીઓને POSCOની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને જિલ્લાની વિવિધ અદાલતોમાં કેસ ચાલી રહ્યા છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં તેના પરિવારે ગુમ થયાની નોંધ કરી હતી અને જણાવ્યું હતું કે છોકરી તેના મિત્ર સાથે મોટરસાયકલ પર ગઈ હતી અને ગુમ થઈ ગઈ હતી. તે સગીર હતી, એટલે સ્થાનિક પોલીસે તેને તેનું નિવેદન નોંધવા માટે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યું હતું.

પોતાના નિવેદનમાં યુવતીએ બે જાતીય હુમલાઓ સહિતા 15 ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે મોકલવામાં આવી અને મહિનાઓ પછી, હજી એક નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ વખતે યુવતીએ 12 વધુ છેડતીની ઘટનાઓ અને એક દુષ્કર્મના કેસનો ઉલ્લેખ કર્યો હતો.

17 વર્ષની બાળકી હાલમાં ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા સંચાલિત બચાવ ગૃહમાં રહે છે. પોલીસે 44 લોકો પર ગેરવર્તણૂકના કેસ દાખલ કર્યા છે જ્યારે 20 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

પોલીસે દુષ્કર્મ માટે ત્રણ અને છેડતીના આરોપસર કુલ 32 કેસ નોંધ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં 44 પુરૂષો સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 20ની ધરપકડ કરવામાં આવી છે. બાકીના 24 લોકોને હજી સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. પોલીસે કહ્યું કે યુવતી પોતાની માતા સાથે એક નાનકડા મકાનમાં રહેતી હતી અને એકવાર તેની માતા તેના રોજિંદા મજદૂરીના કામ માટે નીકળી ત્યારે, તે એકલી થઈ ગઈ. તે સમયે યુવતીના પાડોશીઓ અને અન્ય લોકો દ્વારા તેને ગેરવર્તણૂક અને દુષ્કર્મનો સામનો કરવો પડ્યો હતો.

kerala Crime News national news