ભારતમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનની ટેસ્ટિંગ ઉપર બ્રેક

10 September, 2020 05:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિનની ટેસ્ટિંગ ઉપર બ્રેક

પ્રતીકાત્મક તસવીર

એક તરફ સંપુર્ણ વિશ્વમાં કોરોના વાયરસ (COVID-19)નો કહેર વધી રહ્યો છે. ત્યારે જ ગઈ કાલે લંડનથી એક ખરાબ સમાચાર આવ્યા હતા કે એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનના ટ્રાયલને માનવ પરીક્ષણમાં એક વ્યક્તિ બીમાર પડ્યા બાદ રોકી દેવામાં આવ્યું હતું. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનનું નામ AZD1222 રાખવામાં આવ્યું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ દુનિયાના અન્ય વેક્સીનની ટ્રાયલની તુલનામાં આ વેક્સીનનું ટ્રાયલ સૌથી આગળ ચાલી રહ્યું હતું. હવે ભારતમાં પણ એસ્ટ્રાજેનેકાની વેક્સિસનાં ટેસ્ટિંગને રોકવામાં આવ્યું છે.

ન્યૂઝ એજન્સી આઈએનએસએ કહ્યું કે, અમેરિકાના કોરોના ટાસ્ટ ફોર્સમાં સમાવિષ્ટ નિષ્ણાતોએ જાહેરાત કરી કે કોવિડ-19 વેક્સિન ત્યારે જ લૉન્ચ થશે જ્યારે તે સંપૂર્ણ સુરક્ષિત હોય. તેથી હવે ભારતમાં પણ ટેસ્ટિંગ રોકવામાં આવ્યું છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, અમે પરિસ્થિતિની ગંભીરતાની સમીક્ષા કરી રહ્યા છે અને જ્યાં સુધી એસ્ટ્રાજેનેકા ટેસ્ટિંગ શરૂ નહીં કરે ત્યાં સુધી ભારતમાં પણ ટેસ્ટિંગ નહીં થાય. અમે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DGCI)નું પાલન કરી રહ્યા છીએ.

જોકે એસ્ટ્રાજેનેકાએ એ સ્પષ્ટ નથી કર્યું કે, એક વ્યક્તિને થયેલી બિમારી શું છે. આ ટ્રાયલને લીધે આ બિમારી થઈ કે નહી તેની તપાસ ચાલુ છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ સોજો સંબંધિત સિન્ડ્રોમ છે જે રીઢ ઉપર અસર કરે છે.

ભારત સહિત અનેક દેશોની નજર ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સીન પર છે. હાલ દુનિયાભરમાં લગભગ એક ડઝન સ્થળે કોરોના વેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યું છે પરંતુ એક્સપર્ટ્સનું માનીએ તો, ઓક્સફર્ડ યુનિવર્સિટીનું ટ્રાયલ સૌથી આગળ છે. અહીં ત્રીજા ચરણના ટ્રાયલ થઈ રહ્યું છે અને ખૂબ આશા છે કે બજારમાં સૌથી પહેલા આવનારી વેક્સીનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી જ હશે.

coronavirus national news