તાજમહલમાં બૉમ્બની ખોટી અફવા ફેલાવનારની ધરપકડ

05 March, 2021 10:47 AM IST  |  Agra | Agency

તાજમહલમાં બૉમ્બની ખોટી અફવા ફેલાવનારની ધરપકડ

તાજમહલના પરિસરમાં બૉમ્બ શોધતા સુરક્ષા-કર્મચારીઓ. તસવીર : પી.ટી.આઇ.

વિશ્વની સાત અજાયબીઓમાં સામેલ આગરાના તાજમહલમાં વિસ્ફોટક રાખવાની સૂચના મળવાથી ખળભળાટ મચી ગયો હતો. આ સૂચના મળ્યા પછી બીડીએસની સાથે સીઆઇએસએફની ટીમ તત્કાળ ઍક્શનમાં આવી હતી. ફોન કૉલ ટ્રેસ કર્યા પછી માહિતી આપનાર વ્યક્તિનું લોકેશન ફિરોઝાબાદમાં મળ્યું હતું, ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ તપાસ જારી છે. ફિરોઝાબાદથી એક માથાફરેલ વ્યક્તિએ ફોન કરીને બૉમ્બ મૂક્યાની ખોટી માહિતી આપી હતી.

જોકે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ જારી છે. આશરે બે કલાક તાજમહલના બન્ને ગેટ બંધ કર્યા પછી તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ પર્યટકો માટે તાજમહલ ખોલવામાં આવ્યો હતો. અહીં અજાણ્યા શખસે ફોન પર વિસ્ફોટક રાખવાની માહિતી આપી હતી. જોકે અહીં તપાસમાં હજી સુધી કોઈ બૉમ્બ નથી મળ્યો.

national news agra taj mahal new delhi