18 વર્ષથી ઓછી ઉંમરની મુસ્લિમ યુવતી કોઈપણ વ્યક્તિ સાથે કરી શકે લગ્ન: HC

10 February, 2021 02:01 PM IST  |  Punjab | Gujarati Mid-day Online Correspondent

18 વર્ષથી ઓછી ઉંમરની મુસ્લિમ યુવતી કોઈપણ વ્યક્તિ સાથે કરી શકે લગ્ન: HC

પ્રતીકાત્મક તસવીર

પંજાબમાં 17 વર્ષની એક મુસ્લિમ છોકરીએ 36 વર્ષના વ્યક્તિ સાથે મુસ્લિમ રીતિ-રિવાજથી લગ્ન કરી લીધા છે. આ અંગે પરિવારના લોકો ગુસ્સે થયા હતા અને આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ નવદંપતી સુરક્ષા માટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ પહોંચ્યું હતું. હાઈકોર્ટે મુસ્લિમ વિવાહ સાહિત્ય અને વિવિધ અદાલતોના નિર્ણયોના આધારે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ લગ્ન કરી શકે છે. તેમ જ મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ કોઈની પણ સાથે લગ્ન કરવા તે સ્વતંત્ર છે. મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ મુસ્લિમ છોકરી 15 વર્ષની ઉંમરમાં પણ લગ્ન કરી શકે છે.

હાઈકોર્ટે કહ્યું - યુવાન મુસ્લિમ છોકરી કરી શકે છે 18 વર્ષથી ઓછી ઉંમરમાં લગ્ન

હાઈકોર્ટની જસ્ટિસ અલકા સરીને આ નિર્ણય મોહાલીના એક મુસ્લિમ પ્રેમી યુગલની સુરક્ષાની માંગ સંબંધી અરજીનો નિકાલ કરતી વખતે ચુકાદો આપ્યો હતો. બન્નેએ 21 જાન્યુઆરીના રોજ મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બન્નેના આ પહેલા લગ્ન છે. તેમનો પરિવાર અને સંબંધીઓ આ લગ્નથી ખુશ નથી અને તેમને તેમના જીવન અને સ્વતંત્રતાનું જોખમ છે. આ અંગે સુરક્ષાને લઈને તેમણે મોહાલીના એસએસપીને 21 જાન્યુઆરીના રોજ જ એક માંગ પત્ર આપીને સુરક્ષા આપવાની માંગ કરી હતી, પરંતુ એસએસપીએ કોઈ કાર્યવાહી કરી નથી. આને કારણે હાઈકોર્ટની શરણમાં આવવું પડ્યું. હાઈકોર્ટે કહ્યું કે યુવા મુસ્લિમ છોકરી 18 વર્ષથી ઓછી ઉંમરમાં લગ્ન કરી શકે છે.

national news punjab haryana delhi high court