વેલેન્ટાઇન્સ ડેએ આખા દેશમાં માતૃ-પિતૃ પૂજન દિવસ પણ ઊજવાય છે

15 February, 2025 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુરતની એક સ્કૂલમાં પણ બાળકો મમ્મી-પપ્પાનું પૂજન કરીને તેમને ભેટી પડ્યાં હતાં. 

માતૃ-પિતૃ દિવસ

વેલેન્ટાઇન્સ ડેની સાથે ૧૪ ફેબ્રુઆરીએ દેશમાં માતૃ-પિતૃ પૂજન દિવસ પણ ઊજવવામાં આવે છે. આ નિમિત્તે દેશભરની અનેક સ્કૂલોમાં બાળકો તેમનાં માતા-પિતાનું પૂજન કરી તેમના આશીર્વાદ મેળવે છે. ગઈ કાલે ભુવનેશ્વરની સરસ્વતી શિશુ વિદ્યા મંદિર સ્કૂલમાં બાળકોએ તેમનાં માતા-પિતાનું પૂજન કર્યું હતું તો સુરતની એક સ્કૂલમાં પણ બાળકો મમ્મી-પપ્પાનું પૂજન કરીને તેમને ભેટી પડ્યાં હતાં. 

national news india valentines day culture news