તાલિબાન સમર્થિત ભારતીય મુસ્લિમોની ઉજવણી પર નસીરુદ્દીન શાહની તીખી પ્રતિક્રિયા

02 September, 2021 04:51 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પોતાની સ્પષ્ટ બોલવાની શૈલી માટે જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહે પણ પ્રતિક્રિયા આપી છે અને તાલિબાનને સમર્થન આપતા ભારતીય મુસ્લિમોને નિશાન બનાવ્યા છે.

નસીરુદ્દીન શાહ (ફાઈલ ફોટો)

તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનમાં અરાજકતાનું વાતાવરણ છે. આ સંજોગોમાં અનેક લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ત્યારે પોતાની સ્પષ્ટ બોલવાની શૈલી માટે જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહે પણ પ્રતિક્રિયા આપી છે અને તાલિબાનને સમર્થન આપતા ભારતીય મુસ્લિમોને નિશાન બનાવ્યા છે. તેણે બુધવારે એક વીડિયો જાહેર કર્યો છે. આમાં, તેમણે હિન્દુસ્તાની ઇસ્લામ અને બાકીના વિશ્વના ઇસ્લામ વચ્ચેનો તફાવત જણાવ્યો છે.

નસીરુદ્દીન શાહે પ્રશ્ન પૂછ્યો છે કે શું ભારતીય મુસ્લિમો જે તાલિબાનની હિમાયત કરે છે તેઓ તેમના ધર્મમાં સુધારો કરવા માગે છે અથવા તેઓ પાછલી સદીઓની બર્બરતા સાથે જીવવા માંગે છે? શાહે કહ્યું કે, `હિન્દુસ્તાની ઇસ્લામ હંમેશા સમગ્ર વિશ્વના ઇસ્લામથી અલગ રહ્યો છે, અને ભગવાન તે સમય ન લાવે કે તે એટલો બદલાય કે આપણે તેને ઓળખી પણ ન શકીએ.`

નસીરુદ્દીન શાહે એક વીડિયોના માધ્યમથી આ મુદ્દા વાત કરી હતી. તેમણે આ વીડિયો ઉર્દૂમાં રેકોર્ડ કર્યો છે. શાહે વધુમાં કહ્યું કે, `અફઘાનિસ્તાનમાં તાલિબાનનું સત્તા પર પરત ફરવું સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે, પણ ભારતીય મુસ્લિમોના એક વર્ગ દ્વારા આ અરાજકતાની ઉજવણી ઓછી ખતરનાક નથી.` 

તેમણે આગળ કહ્યું કે, `દરેક ભારતીય મુસ્લિમે પોતાની જાતને પૂછવું જોઈએ કે શું તે પોતાના ધર્મમાં સુધારા (સુધારણા), ઝિદત-પાસારી (આધુનિકતા, નવીનતા) માંગે છે કે પછી તે પાછલી સદીઓની જંગલીતા ઈચ્છે છે. હું હિન્દુસ્તાની મુસ્લિમ છું અને મિર્ઝા ગાલિબે ઘણા સમય પહેલા કહ્યું હતું તેમ, મારા ભગવાન સાથેનો મારો સંબંધ અનૌપચારિક છે. મારે રાજકીય ધર્મની જરૂર નથી.

naseeruddin shah taliban afghanistan