૧૯૯૦ના દાયકામાં કાશ્મીરથી ગુમ થયેલી દુર્ગામાની મૂ્ર્તિ જર્મનીએ ભારતને પાછી સોંપી

06 October, 2015 05:50 AM IST  | 

૧૯૯૦ના દાયકામાં કાશ્મીરથી ગુમ થયેલી દુર્ગામાની મૂ્ર્તિ જર્મનીએ ભારતને પાછી સોંપી




વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મન ચાન્સેલરને આ માટે ધન્યવાદ આપતાં કહ્યું હતું કે આ મૂર્તિ જમ્મુ-કાશ્મીરની છે અને એ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે.

મહિષાસુર મર્દિનીનો અવતાર ધરાવતી આ મૂર્તિ ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરમાં પુલવામામાંથી ચોરાઈ હતી. આ ચોરી વિશે જ્ત્ય્ પણ નોંધવામાં આવ્યો હતો. ૨૦૧૨માં આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાને બાતમી મળી હતી કે આ મૂર્તિ સ્ટુટગાર્ટના લિન્ડન મ્યુઝિયમમાં છે. ત્યાર બાદ ભારત સરકારે આ મૂર્તિ પાછી મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ગયા વર્ષે આ હેતુસર આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના બે અધિકારીઓએ સ્ટુટગાર્ટની મુલાકાત લીધી હતી.

આ મૂર્તિ ભારતની છે એમ જ્ત્ય્માં દર્શાવી, પુરવાર કરી ભારત સરકારે જર્મનીના સત્તાવાળાઓ સાથે મૂર્તિ પાછી મેળવવાની કાર્યવાહી શરૂ કરી હતી. 

આ મૂર્તિને ભારતમાંથી દાણચોરી દ્વારા જર્મની લઈ જવામાં કુખ્યાત ઇન્ડિયન આર્ટ-ડીલર સુભાષ કપૂરનો હાથ માનવામાં આવે છે. ૨૦૧૧માં સુભાષ કપૂરની જર્મનીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.