16 April, 2025 07:34 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રામપાલ કશ્યપ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતીના અવસરે હરિયાણાના યમુનાનગર પહોંચ્યા હતા. એ દરમ્યાન તેમણે એક ખાસ વ્યક્તિની મુલાકાત લઈને તેમને જાતે જૂતાં પહેરાવ્યાં હતાં. આ ઘટનાનો વિડિયો નરેન્દ્ર મોદીએ ખુદ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો અને એની સાથે લખ્યું હતું કે ‘હરિયાણાના યમુનાનગરમાં આજે કૈથલના રામપાલ કશ્યપને મળવાનું સૌભાગ્ય મળ્યું. તેમણે ૧૪ વર્ષ પહેલાં એક વ્રત લીધેલું કે મોદી જ્યાં સુધી વડા પ્રધાન નહીં બને અને હું તેમને ન મળી લઉં ત્યાં સુધી હું જૂતાં નહીં પહેરું. મને આજે તેમને જૂતાં પહેરાવવાનો અવસર મળ્યો. હું આવા સાથીઓની ભાવનાઓનું સન્માન કરું છું, પરંતુ મારો આગ્રહ છે કે આવા પ્રણ લેવાને બદલે કોઈ સામાજિક અથવા દેશહિતના કાર્યનું પ્રણ લો.’