દિલ્હી અને બરેલીમાં મોદીનું હેલિકૉપ્ટર રોકવામાં આવ્યું

02 April, 2014 03:13 AM IST  | 

દિલ્હી અને બરેલીમાં મોદીનું હેલિકૉપ્ટર રોકવામાં આવ્યું


દિલ્હીમાં તેમણે દોઢ કલાક રાહ જોવી પડી હતી જ્યારે બરેલીની સભા પૂર્ણ કર્યા બાદ ત્યાંથી ફરી અવકાશગમન માટે હેલિકૉપ્ટરમાં પોણો કલાક બેસી રહેવું પડ્યું હતું. હેલિકૉપ્ટરના પાઇલટે મોદીની જાહેર સભા પૂર્ણ થવાના ૧૫ મિનિટ પહેલાં ઍરર્પોટ ઑથોરિટીને સૂચના આપી હોવા છતાં વિલંબ થયો હતો.

મોદીએ બરેલીમાં સભાજનોને જણાવ્યું હતું કે ‘મારા કારણે કોઈને અગવડ ન થાય એવા પ્રયાસ હું કરતો હોઉં છું, પરંતુ આ વિલંબને લીધે તમારે આકરા તાપમાં તપવું પડ્યું એનું મને દુ:ખ છે. તમે તાપમાં તપીને તપ કર્યું એને હું વ્યર્થ નહીં જવા દઉં એની ખાતરી રાખજો.’

BJPનાં સૂત્રોએ એવી શંકા વ્યક્ત કરી હતી કે દિલ્હીમાંથી કોઈના ઇશારે જાણીજોઈને આ વિલંબ કરાવવામાં આવ્યો હતો. ચૂંટણીની આચારસંહિતા મુજબ જાહેર સભાઓ માટે સાંજે પાંચ વાગ્યા સુધી જ વિમાનો તથા હેલિકૉપ્ટરનો ઉપયોગ કરી શકાય છે.