સેવા ભાવને કારણે જનતાએ આપણને ફરી સ્વીકાર્યાઃનરેન્દ્ર મોદી

25 May, 2019 08:14 PM IST  |  દિલ્હી

સેવા ભાવને કારણે જનતાએ આપણને ફરી સ્વીકાર્યાઃનરેન્દ્ર મોદી

Image Courtesy : ANI

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ એનડીએએ સરકાર રચવા કવાયત શરૂ કરી દીધી છે. સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાયેલી એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને પહેલા ભાજપના સંસદીય દળના નેતા પસંદ કરાયા. બાદમાં એનડીએના નેતા તરીકે પણ સર્વસંમતિથી તેમની પસંદગી કરવામાં આવી. એનડીએની બેઠકમાં પીએમ મોદીએ સાંસદોને સંબોધન પણ કર્યું.

 તમામનો માન્યો આભાર

સંસદીય દળની બેઠકમાં પીએમ મોદી તમામ સાંસદોનો આભાર માન્યો. સાથે જ બંધારણ અને લાલકૃષ્ણ અડવાણીને પગે લાગીને આશીર્વાદ પણ મેળવ્યા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું,'આપણ નવી ઉર્જા અને નવા ઉત્સાહ સાથે આગળ વધીશું. પ્રચંડ જનાદેશ મળવાના કારણે આપણી જવાબદારી વધી જાય છે. ભારતની લોકશાહી દિવસેને દિવસે મજબૂત થઈ રહી છે. ભારતના મતદાતાઓ સત્તાભાવ સ્વીકાર નથી કરતાં. તેઓ સેવાભાવ સ્વીકાર કરે છે. હું દરેક સાંસદોને સાથે લઈને ચાલલા માંગુ છું. ઘણી વખત ચૂંટણી અંતર લાવી દે છે અને દીવાલો ઉભી કરી છે પરંતુ 2019ની ચૂંટણીએ દીવાલ તોડવાનું કામ કર્યું છે. આ ચૂંટણીએ રાજકારણને એક નવી ઉંચાઈ આપી છે. 2019ની ચૂંટણી સામાજિક એકતાનું આંદોલન બની ગયું. હવે એક નવા યુગની શરૂઆત થઈ છે.' 

આ પોઝિટિવ વોટની ચૂંટણી હતી

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું,'જનતાના પ્રતિનિધિઓને બદલો લેવાનો હક હોતો નથી. તે તમામ માટે સમાન હોય છે. આ ચૂંટણી પોઝિટિવ વોટની ચૂંટણી છે. ફરીથી સરકારને લાવવાની છે, કામ આપવાનું છે, જવાબદારીઓ આપવાની છે. આ સકારાત્મક વિચારે આટલો મોટો જનાદેશ આપ્યો છે.2014માં ભાજપને જેટલા વોટ મળ્યા હતા અને 2019માં જે વોટ મળ્યા, તેમાં જે વૃદ્ધિ થઈ છે, તે વૃદ્ધિ લગભગ 25 ટકા છે.'

આ પણ વાંચોઃ ભાજપની જીતની અસર, મુસ્લિમ પરિવારે બાળકનું નામ રાખ્યું નરેન્દ્ર મોદી !

અહંકારથી બચવા આપી સલાહ

તો સાંસદોને સંબોધન દરમિયાન પીએમ મોદીએ સાંસદોને અહંકારથી બચવા પણ સલાહ આપી. પીએમ મોદીએ કહ્યું કે આઝાદી બાદ આ પહેલી વખત સૌથી વધુ મહિલાઓ સંસદમાં બેસશે. સેન્ટ્રલ હોલની આ ઘટના અસામાન્ય છે. આપણે આજે નવા ભારતના આપણા સંકલ્પને એક નવી ઉર્જા સાથે આગળ વધારવાના છીએ. દેશની રાજનીતિમાં જે ફેરફાર આવ્યા છે, તમે બધાએ તેનુ નેતૃત્વ કર્યું છે. તમને બધાને અભિનંદન, જે સભ્યો પ્રથમ વખત ચૂંટાઇને આવ્યા છે તેમને વિશેષ અભિનંદન.

national news narendra modi amit shah bharatiya janata party l k advani