'ફાની' લઈને રાજકારણ ગરમાયુ, મોદીએ કહ્યું, દીદીએ બે વાર ફોન ન ઉપાડ્યો

06 May, 2019 03:15 PM IST  | 

'ફાની' લઈને રાજકારણ ગરમાયુ, મોદીએ કહ્યું, દીદીએ બે વાર ફોન ન ઉપાડ્યો

(ફોટો: ANI)

આમ તો ફાની નામનું વાવાઝોડુ આવીને જતુ રહ્યું પરંતુ રાજકારણ છોડતું ગયું. મમતા બેનર્જીએ સમીક્ષા બેઠક માટે ના કહ્યા પછી નરેન્દ્ર મોદીએ તેને મુદ્દો બનાવ્યો છે. સોમવારે પશ્ચિમ બંગાળની તામલુકમાં રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, સ્પીડ બ્રેકર દીદીએ વાવાઝોડા પર પણ રાજકારણ રમ્યું. દીદીએ મારો ફોન ન ઉપાડ્યો અને સામે ફોન પર ન કર્યો.'

ચૂંટણી પહેલા રેલીનું આયોજન કરતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં વિકાસ સંપૂર્ણ રીતે ખતમ થઈ ગયો છે. અહંકારના કારણે દીદીએ ફાની વાવાઝોડા મામલે મારા ફોનનો જવાબ પણ ન આપ્યો. મે 2 વાર ફોન કર્યો હતો પરંતુ ના તો તેમણે મારી સાથે વાત કરી ન તો પાછો ફોન કર્યો. અહંકારી દીદીએ અધિકારીઓ સાથે મિટિંગ પણ ન થવા દીધી.

મમતા બેનર્જી પર નિશાનો સાધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દીદીના આ રાજકારણ વચ્ચે, 'હું પશ્ચિમ બંગાળના લોકોને ફરી એકવાર વિશ્વાસ અપાવું છું કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળની રાજ્ય સરકાર સાથે ઉભી છે અને રાહતના કાર્યોમાં રાજ્ય સરકારને સંપૂર્ણ રીતે મદદ કરી રહી છે.'

Election 2019 west bengal