૨૫ કિલો વજન ધરાવતી નૅનો બાઇક

24 November, 2011 10:30 AM IST  | 

૨૫ કિલો વજન ધરાવતી નૅનો બાઇક



વિદ્યાર્થીઓએ આ નૅનો બાઇક તેમના પ્રોફેસરોના માર્ગદર્શન પ્રમાણે હાઈ-ટેક પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીના સહયોગથી બનાવી છે. આ પ્રાઇવેટ એન્જિનિયરિંગ સર્વિસ કંપની પોરાયર ખાતે આવેલી છે. આ નૅનો બાઇકના પ્રેઝન્ટેશન વખતે વિદ્યાર્થીઓએ માહિતી આપી હતી કે આ વેહિકલ મહત્તમ ૪૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડે છે અને એક વ્યક્તિ એના પર બેસી શકે છે. આ મોટરબાઇકની મુખ્ય ફ્રેમ સ્ટીલની બનાવવામાં આવી છે જ્યારે એનાં પૈડાં ઍલ્યુમિનિયમના તથા પેટ્રોલની ટાંકી પ્લાસ્ટિકની બનેલી છે. અવાજનું પ્રમાણ ઘટે એ માટે એમાં પરંપરાગત ચેઇન-ડ્રાઇવ મેકૅનિઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે આ બાઇકનું કમર્શિયલ ઉત્પાદન પણ શક્ય છે અને એની કિંમત યુનિટદીઠ લગભગ આઠ હજાર રૂપિયા જેટલી થઈ શકે છે.