મથુરાના નંદબાબા મંદિરમાં કેટલાક યુવકોએ પઢી નમાજ, FIR નોંધાઇ

03 November, 2020 09:23 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મથુરાના નંદબાબા મંદિરમાં કેટલાક યુવકોએ પઢી નમાજ, FIR નોંધાઇ

મથુરાના નંદબાબા મંદિરમાં કેટલાક યુવકોએ પઢી નમાજ, FIR નોંધાઇ

મંદિરમાં નમાજ પઢવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ઘટના ચર્ચામાં છે. હિંદુવાદી સંગઠન વિરોધની વાત કરી રહ્યા છે તો પોલીસે કાર્યવાહી શરૂ કરાવી દીધી છે.

નંદગાંવના નંદબાબા મંદિરમાં દગાથી નમાજ પઢવાના મામલે પોલીસ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. મંદિર પ્રશાસનની ફરિયાદ પર ફેઝલ ખાન અને તેના મિત્ર વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. શરૂઆતની પૂછપરછમાં પોલીસને ખબર પડી કે મંદિરમાં નમાજ પઢનારા દિલ્હીની ખુદાઇ ખિદમતગાર સંસ્થાના લોકો છે. તેમણે નમાજ પઢવાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ
હકીકતે દિલ્હીની સંસ્થા ખુદાઇ ખિદમતગારના સભ્ય ફેઝલ ખાન અને મોહમ્મદ ચાંદ ગાંધીવાદી કાર્યકર્તા નિલેશ ગુપ્તા અને આલોક રત્ન સાથે નંદગાંવના નંદબાબા મંદિરે પહોંચ્યા. બપોરે 2 વાગ્યે યુવકોને અહીં જોહરની નમાજ અદા કરી. યુવકોએ નમાજની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. આ મામલે મંદિરના સેવાયત કાન્હા ગોસ્વામીનું કહેવું છે કે તેમણે નમાજ અદા કરવાની કોઇ જ પરવાનગી આપી નહોતી. આ છોકરાઓ સાથે જરૂર થઈ હતી. નમાજ દગો આપીને અદા કરવામાં આવી.

હિંદુવાદી સંગઠનોમાં આક્રોશ
નમાજ અદા કરવાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી ઘટના ચર્ચામાં છે. હિંદુવાદી સંગઠનોમાં આક્રોશ છે. બરસાના થાણામાં મંદિરના સેવાયત કાન્હા ગોસ્વામી દ્વારા આપવામાં આવેલી અરજીને આધારે પોલીસે આરોપી મોહમ્મદ ચાંદ સહતિ ચાર યુવકો વિરુદ્ધ 153-A, 295, 505 હેઠળ બરસાના થાણામાં કેસ નોંધવામાં આવ્યો છે. સાથે જ એસએસપી ગૌરવ ગ્રોવરે આ આખા પ્રકરણની તપાસ સિક્રેટ એજન્સીને પણ સોંપી છે. મંદિરમાં નમાજ પઢવાની તેની તસવીર, અને વીડિયોઝ વાયરલ કરવા પાછળ શો હેતુ હતો હવે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

national news mathura