બ્લૅક મની ધરાવતા લોકોનાં નામ જાહેર કરવામાં નહીં જ આવે : પ્રણવ મુખરજી

15 December, 2011 10:11 AM IST  | 

બ્લૅક મની ધરાવતા લોકોનાં નામ જાહેર કરવામાં નહીં જ આવે : પ્રણવ મુખરજી

 

ત્યારે ફાઇનૅન્સ મિનિસ્ટર પ્રણવ મુખરજીએ ગઈ કાલે આ વિશે કહ્યું હતું કે ‘વિદેશી બૅન્કોમાં કાળું નાણું છુપાવનારા ૩૬,૦૦૦ લોકોનાં નામ અમારી પાસે છે. જો અમે આ નામ જાહેર કરીશું તો આંતરરાષ્ટ્રીય કાનૂનનું ઉલ્લંઘન ગણાશે. આ યાદીમાં ભારતના એક પણ સંસદસભ્યનું નામ નથી. સરકાર આ મામલે શ્વેતપત્ર જાહેર કરશે.’

લોકસભામાં ગઈ કાલે બીજેપી (ભારતીય જનતા પાર્ટી)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લૅક મનીના મુદ્દે મોકૂફીનો પ્રસ્તાવ લાગુ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો. આ મામલે લોકસભામાં છ કલાક સુધી ચર્ચા ચાલી હતી, પરંતુ છ કલાકના અંતે સંસદસભ્યોએ ગૃહ મોકૂફ રાખવાનો ઇનકાર કરી દીધો હતો.