રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિનીએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન

21 July, 2020 09:10 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિનીએ કર્યો આત્મહત્યાનો પ્રયત્ન

નલિની શ્રીહરન

પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી(Rajiv Gandhi Murder)ની હત્યાની દોષી નલિની(Nalini sriharan) શ્રીહરને સોમવારે રાતે આત્મહત્યા(suicide) કરવાનો પ્રયત્ન કર્યો. તેના વકીલ પી પુગાઝેંડી પ્રમાણે નલિની ઇચ્છતી હતી કે તેના સેલમાં બંધ બીજી કેદીને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવે, કારણકે બન્ને વચ્ચે ઝગડો થઈ રહ્યો છે. આ મુદ્દે ગઈ કાલે રાતે નલિનીનો જેલર સાથે પણ વિવાદ થયો. ત્યાર બાદ નલિનીએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, પણ જેલ સ્ટાફે તેને રોકી લીધી.

રાજીવ હત્યાકાંડમાં નલિનીના પતિ સહિત 6 દોષી સજા ભોગવી રહ્યા છે
નલિની તામિલનાડુની વેલ્લોર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહી છે. તો 1991થી એટલે કે 29 વર્ષથી જેલમાં છે. તેની દીકરીનો જન્મ પણ જેલમાં થયો હતો. આની સાથે જ રાજીવ ગાંધી હત્યાકાંડના અન્ય 6 દોષી પણ સજા ભોગવી રહ્યા છે. જેમાં નલિનીનો પતિ મુરુગન પણ સામેલ છે.

20 વર્ષ પહેલા નલિનીની ફાંસીની સજાને ઉંમરકેદમાં પરિવર્તિત કરવામાં આવી
તામિલનાડુના શ્રીપેરમબુદૂરમાં એક ચૂંટણી રેલી દરમિયાન 21 મે 1991માં લિટ્ટેના આત્મઘાતી હુમલામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. આ મામલે નલિનીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પણ તામિલનાડુ સરકારે 24 એપ્રિલ 2000ના તેની સજા ઉંમરકેદમાં ફેરવી દીધી.

national news Crime News