શારદા ચિટ ફંડ મામલે નલિની ચિદમ્બરમને મદ્રાસ હાઈકોર્ટે આપી અગ્રિમ જમાનત

12 January, 2019 07:08 PM IST  | 

શારદા ચિટ ફંડ મામલે નલિની ચિદમ્બરમને મદ્રાસ હાઈકોર્ટે આપી અગ્રિમ જમાનત

શારદા ચિટ ફંડ મામલે મદ્રાસ હાઈ કોર્ટે પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમને અગ્રિમ જમાનત આપી છે. જસ્ટિસ ઈલ્લંથિરયિય્યને નલિની ચિદમ્બરમની અગ્રિમ જમાનતની અરજી પર વિશેષ સુનાવણી દરમિયાન અગ્રિમ જમાનતના આદેશ આપ્યાં છે. કોર્ટે ચાર અઠવાડિયાની જમાનત આપી છે અને એગ્મોરના ચીફ જ્યુડિશિયલ મજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસમર્પણ કર્યા પછી અહી જમાનત દાખલ કરવા આદેશ આપ્યા છે. આ પછી તે પશ્ચિમ બંગાળની કોર્ટંથી અગ્રિમ જમાનત મેળવી શકે છે.

'જણાવી દઈએ કે CBIએ એક દિવસ પહેલા જ નલિની ચિદમ્બરમ સામે કલકત્તાની કોર્ટમાં આરોપપત્ર દાખલ કરાવ્યો હતો. આ આરોપ પત્રમાં આક્ષેપ મુકવામાં આવ્યા છે કે તેમણે શારદા ગ્રુપ ઓફ કંપનીઝથી 1.4 કરોડ રૂપિયા લીધા હતા. જ્યારે તેમની અરજીમાં નલિનીએ કહ્યું હતું કે શારદા રિયલટી તેમણે બાકી રકમ મનોરંજના સિંહ તરફથી તેમની કાનૂની ફીના સ્વરૂપે લીધા છે.

 

આ પણ વાંચો: ગઠબંધન તો ટ્રેલર છે, બધા જ એક વ્યક્તિના વિરોધમાં છેઃમોદી

 

જી. હેમાએ નલિની ચિદમ્બરમની અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, ' આ અરજી પર વિચાર કરવો ન જોઈએ કેમકે આ બાબત આ કોર્ટના ન્યાયક્ષેત્રની બહાર છે.