મહારાષ્ટ્રમાં 103 વર્ષની વ્યક્તિએ કોરોનાને આપી માત, મહિનો ચાલી સારવાર

30 June, 2020 08:20 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં 103 વર્ષની વ્યક્તિએ કોરોનાને આપી માત, મહિનો ચાલી સારવાર

કોરોનાવાયરસ (પ્રતીકાત્મક તસવીર)

મહારાષ્ટ્રમાં 103 વર્ષની વ્યક્તિને કોવિડ-19માંથી સ્વસ્થ થયા બાદ સોમવારે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. તેમની સારવાર કરતાં ચિકિત્સકે આ માહિતી આપી. ચિકિત્સક ડૉ. સમીત સોહોનીએ જણાવ્યું કે 103 વર્ષીય વ્યક્તિના 85 વર્ષીય ભાઇ પણ કોવિડ-19થી સંક્રમિત છે અને સ્વસ્થ થઈ રહ્યા છે તેમને પણ ટૂંક સમયમાં જ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. ડૉ. સોહોનીએ જણાવ્યું કે સિદ્ધેશ્વર તલાઓ વિસ્તારના નિવાસીને એખ મહિના પહેલા કોવિડ-નિમોનિયા માટે હૉસ્પિટલ દાખલ કરાવવામાં આવ્યા હતા.

તેમણે જણાવ્યું કે, "તે 20 દિવસ માટે આઇસીયૂમાં દાખલ હતા. તે સંક્રમણથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે અને સોમવારે તેમને રજા આપી દેવામાં આવી છે." તેમણે જણાવ્યું કે આ વ્યક્તિના પૌત્રને પણ કોરોના વાયરસ માટે આ જ હૉસ્પિટલમાં સારવાર કરવામાં આી હતી અને સ્વસ્થ થઈ ગયા પછી તેમને રજા આપી દેવામાં આવી. જણાવવાનું કે એક તરફ જ્યાં ભારતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે હજારો લોકોના આ વાયરસને કારણે મોત થઈ ગયા છે.

પણ કેટલીક જગ્યાઓએ ડૉક્ટરોના પ્રયત્નથી ઘણી મોટી ઉંમરના લોકો પણ સ્વસ્થ થઈ રહ્યા છે. તાજેતરમાં જ કર્ણાટમાં પણ 99 વર્ષની મહિલાએ કોરોનાવાયરસને માત આપીને પોતાના પરિવાર અને હૉસ્પિટલના લોકોને ઉત્સાહિત કર્યા. વૃદ્ધ મહિલાના સ્વસ્થ થવાથી આ જીવલેણ રોગ સામે જજૂમી રહેલા બધાં લોકો માટે એક આશા બંધાઇ છે. માર્સિલીન સલદાન્હા પોતાના પૌત્રના સંપર્કમાં આવવાથી કોરોનાગ્રસ્ત થયા હતા 18 જૂને 99મા જન્મદિવસે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા. મહિલાના 70 વર્ષના દીકરા વિન્સેંટ, પુત્ર વધૂ રિટા અને પૌત્ર વિજય સાથે વિક્ટોરિયા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. નવ દિવસ બાદ તેમની કોરોના રિપોર્ટ નેગેટિવ આવી હતી.

maharashtra mumbai thane coronavirus covid19