મુઝફ્ફરપુર કાંડઃ CM નીતિશ કુમાર સામે થશે CBI તપાસ

16 February, 2019 04:44 PM IST  |  પટના

મુઝફ્ફરપુર કાંડઃ CM નીતિશ કુમાર સામે થશે CBI તપાસ

નીતિશ કુમારની વધશે મુશ્કેલી

મુઝફ્ફરપુર બાલિકા ગૃહ યૌન શોષણના કેસમાં જોડાયેલા એક મામલામાં વિશેષ પૉક્સો કોર્ટે મુખ્યમંત્રી નીતિશ કુમાર, સમાજ કલ્યાણ પ્રધાન સચિવ અતુલ પ્રસાદ અને તત્કાલિન ડીએમ ધર્મેન્દ્ર સિંહની સામે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે. ખાસ પૉક્સો અદાલતે સીબીઆઈના પટના એસપીને આ તમામની સામે તપાસના આદેશ આપ્યા છે.

બાલિકા ગૃહ કાંડમાં ધરપકડ થયેલા ડૉક્ટર અશ્વિનીએ પોતાના વકીલ સુધીર ઓઝાના માધ્યમથી કોર્ટમાં અરજી કરી હતી જેમાં આરોપ લગાવવામાં છે કે સીબીઆઈ તથ્યોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં મુઝફ્ફરપુરના પૂર્વ ડીએમ ધર્મેન્દ્ર સિંહ, વરિષ્ઠ IAS અધિકારી અતુલ કુમાર સિંહ અને મુખ્યમંત્રી નીતિશ કુમારની ભૂમિકા પર તપાસ થવાની હતી.

મહત્વનું છે કે સાત ફેબ્રુઆરીએ આ મામલે મુઝફ્ફરપુર કોર્ટથી દિલ્હી વિશેષ પૉક્સો કોર્ટમાં ટ્રાંસફર કરવામાં આવ્યો હતો હવે આગામી સપ્તાહે સુનાવણી શરૂ થવાની સંભાવના હતી.

કોણ છે ડૉક્ટર અશ્વિની?
ડૉક્ટર અશ્વિનીની બાલિકા ગૃહકાંડ મામલાનો પર્દાફાશ થયા બાદ ગયા વર્ષે નવેમ્બર મહીનામાં ધરપકડ કરવામાં આવી હતી. અશ્વિની પર તરૂણીઓને ડ્રગ્સનું ઈંજેક્શન આપવાનો આરોપ છે.

સુપ્રીમ કોર્ટે બિહાર સરકારને લગાવી હતી ફટકાર
પાછલા દિવસોમાં સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમ કેસ મુઝફ્ફરકોર્ટથી દિલ્હી કોર્ટમાં ટ્રાંસફર કરવાનું કહ્યું હતું. અદાલતે આ મામલાની સુનાવણી છ મહિનામાં પુરું કરવાનું કહ્યું હતું. નારાજ સુપ્રીમ કોર્ટે સખ્ત ટિપ્પણી સાતે કેસને બિહારથી દિલ્હી ટ્રાંસફર કરવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે હવે આ કેસની સુનાવણી દિલ્હીની સાકેત કોર્ટમાં આવેલી સ્પેશિયલ પૉક્સો કોર્ટમાં થશે. તેમણે મામલાની સુનાવણી રોજ કરવાનું કહ્યું હતું. એ સિવાય કેસની સુનાવણી છ મહિનામાં પુરો કરવાનો આદેશ આપ્યો હતો.

nitish kumar bihar national news