મુસ્લિમ ગર્લ્સને હિન્દુ બૉય્ઝ સાથે પરણાવવાનું મોટા પાયે આયોજન

13 December, 2014 06:06 AM IST  | 

મુસ્લિમ ગર્લ્સને હિન્દુ બૉય્ઝ સાથે પરણાવવાનું મોટા પાયે આયોજન



બજરંગ દળ અને ધર્મ જાગરણ મંચે ઉત્તર પ્રદેશમાં હાથ ધરેલા ખ્રિસ્તીઓ અને મુસ્લિમોનાં ધર્મપરિવર્તનના પગલે સર્જાયેલો વિવાદ ભડક્યો છે ત્યારે આ બન્ને સંગઠનો હવે એક નવી ઝુંબેશ શરૂ કરવાનો ઇરાદો ધરાવે છે. મોટા પાયે યોજવામાં આવનારી ‘બહૂ લાઓ, બેટી બચાઓ’ નામની આ ઝુંબેશમાં મુસ્લિમ પરિવારોની કન્યાઓને હિન્દુ યુવાનો સાથે લગ્ન માટે પ્રેરિત કરવામાં આવશે.

‘બહૂ લાઓ, બેટી બચાઓ’ ઝુંબેશની માહિતી આપતાં બજરંગ દળના ઉત્તર પ્રદેશના સહસંયોજક અજ્જુ ચૌહાણે જણાવ્યું હતું કે ‘આ ઝુંબેશમાં અમે મુસ્લિમ કન્યાઓને હિન્દુ પરિવારોની વહુ બનાવીશું. એની સાથે-સાથે હિન્દુ કન્યાઓને મુસ્લિમ પરિવારોની વહુ બનતાં પણ અટકાવીશું.’ આ ઝુંબેશ હેઠળ ઉત્તર પ્રદેશમાં છેલ્લા એક વર્ષમાં અંદાજે ૨૫૦ મુસ્લિમ કન્યાઓને હિન્દુ પરિવારોની વહુ બનાવવામાં આવી હતી અને મુસ્લિમ પરિવારોની વહુ બનેલી ૩૫થી ૩૬ હિન્દુ કન્યાઓને ફરી હિન્દુ યુવકો સાથે પરણાવવામાં આવી હતી.


આગરામાં મુસ્લિમોનું ધર્મપરિવર્તન કરાવીને તેમને ફરી હિન્દુ ધર્મમાં લાવવામાં મહkવની ભૂમિકા ભજવી ચૂકેલા અજ્જુ ચૌહાણ માને છે કે તેમના સંગઠનના કાર્યક્રમમાં વિવાદોની કોઈ અસર નહીં થાય. બજરંગ દળ છેલ્લાં ૧૨ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં અંદાજે ૧૩ લાખ લોકોને ફરી હિન્દુધર્મી બનાવી ચૂક્યું છે. આ વર્ષે એમાં એક લાખ લોકોનો ઉમેરો કરવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. અલીગઢ પછી ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લાઓમાં અને ઉત્તરાખંડમાં પણ આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે.