સ્ટેન્ડ અપ કૉમિક Munawar Faruquiને હવે ગુરુગ્રામના કૉમેડી ફેસ્ટિવલમાંથી હટાવાયો

07 December, 2021 02:06 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ ઈવેન્ટનું આયોજન કરનાર ધ એન્ટરટેઈનમેન્ટ ફેક્ટરીના સહ-સ્થાપક મુબીન તિસેકરે કહ્યું કે અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા ન હતા, તેથી અમે તેમને પેનલમાંથી દૂર કર્યા છે.

ફાઇલ તસવીર

ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપી સ્ટેન્ડ અપ કૉમેડિયન મુનવ્વર ફારૂકીની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. ગુરુગ્રામ કોમેડી ફેસ્ટિવલના આયોજકોએ જાહેર સુરક્ષાને ટાંકીને ફારૂકીને કલાકારોમાંથી દૂર કરી દીધા છે. આયોજકોએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં તેમને અનેક ફોન આવ્યા છે. જેમાં ફારૂકીના ત્રણ દિવસીય ઉત્સવમાં ભાગ લેવાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આ ઈવેન્ટનું આયોજન કરનાર ધ એન્ટરટેઈનમેન્ટ ફેક્ટરીના સહ-સ્થાપક મુબીન તિસેકરે કહ્યું કે અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા ન હતા, તેથી અમે તેમને પેનલમાંથી દૂર કર્યા છે. અમારા માટે કલાકારો અને જનતાની સુરક્ષા પ્રાથમિકતા છે. અમને ઘણા લોકોના ફોન આવ્યા. મુબીને ફોન કરનારા લોકોના નામ જણાવવાનો ઇનકાર કર્યો હતો.
ભાજપના IT વિભાગના હરિયાણાના વડા અરુણ યાદવે સોમવારે કાર્યક્રમને લઈને ફારૂકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો કે તેણે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. યાદવે ફરિયાદમાં લખ્યું છે કે સમાજના વિવિધ વર્ગો વચ્ચે શાંતિ અને સૌહાર્દ જાળવવા માટે, હું તમને વિનંતી કરું છું કે તમે આ મામલામાં ધ્યાન આપો અને તેમને અટકાવો. તેમની પ્રવૃત્તિઓથી હિંદુ ધર્મને ઠેસ પહોંચી છે.

તેમણે કહ્યું કે મેં અગાઉ 4 ડિસેમ્બરે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેના શોને ગુરુગ્રામ અથવા અન્ય જગ્યાએ મંજૂરી નહીં મળે. મેં એસીપી સોહનાને ફરિયાદ કરી. ACP સદરે જણાવ્યું કે ફારૂકી વિરુદ્ધ ફરિયાદ મળી છે. જેમાં ગુરુગ્રામમાં યોજાનારી ઈવેન્ટમાં તેની ભાગીદારી અને તેના કેટલાક વીડિયોના ઓનલાઈન કન્ટેન્ટને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

national news