માનેલી બહેનની છેડતી કરનારા યુવાનો પર ફાયરિંગ કરીને એકને પતાવી દીધો મુંબ્રાના આધેડે, બીજા બે ઘાયલ

03 April, 2026 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટના સવારે ૧૧.૩૦ વાગ્યે મુંબ્રાના કૈલાસનગર વિસ્તારમાં બિસ્મિલ્લા ચાલ ખાતે બની હતી.

મુંબ્રામાં થયેલી ફાયરિંગની ઘટના ચાલમાં લગાડેલા CCTV કૅમેરામાં ઝિલાઈ ગઈ હતી જેમાં આરોપી પૅન્ટમાં પાછળ ખોસેલી ગન કાઢતો અને ફાયરિંગ કરતો દેખાય છે.

મુંબ્રામાં ગુરુવારે એક વ્યક્તિએ પોતાની માનેલી બહેનની છેડતી કરતા લોકો પર ગોળીબાર કરતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના સવારે ૧૧.૩૦ વાગ્યે મુંબ્રાના કૈલાસનગર વિસ્તારમાં બિસ્મિલ્લા ચાલ ખાતે બની હતી. ગોળીબાર કરનારની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી એક રિવૉલ્વર મળી આવી હતી.

આ કેસ વિશે માહિતી આપતાં પોલીસે કહ્યું હતું કે ‘૫૧ વર્ષનો આરોપી તેની માનેલી બહેનની છેડતી કરવા બદલ કેટલાક યુવાનો પર ગુસ્સે હતો. તેણે છેડતી કરનારા ૩ યુવકો સાથે ઉગ્ર દલીલો કર્યા બાદ રિવૉલ્વર કાઢીને ત્રણે પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેઓ ઘાયલ થયા હતા. તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો, પરંતુ બાદમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને ગુનામાં વપરાયેલી રિવૉલ્વર તેની પાસેથી જપ્ત કરી હતી. ત્રણેય ઘાયલોને મુંબ્રાની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમ્યાન એકનું મોત થયું હતું.’

mumbai news mumbai mumbra mumbai police Crime News mumbai crime news