ફક્ત મુંબઈ-અમદાવાદ જ નહીં પણ આ રૂટ ઉપર દોડશે બુલેટ ટ્રેન

16 September, 2020 10:48 PM IST  |  Mumbai | Rajendra B aklekar

ફક્ત મુંબઈ-અમદાવાદ જ નહીં પણ આ રૂટ ઉપર દોડશે બુલેટ ટ્રેન

ફાઈલ તસવીર

નેશનલ હાઈ-સ્પીડ રેલવે કોર્પોરેશને (NHSRCL) મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને દિલ્હી સુધી વિસ્તારવાની યોજના છે જેમાં સાત નવા કોરિડોરનો પણ સમાવેશ છે. આ સાત નવા કોરિડોરમાં મુંબઈથી હૈદરાબાદ અને મુંબઈથી નાગપુરનો સમાવેશ છે.

જોકે મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે તે મુંબઈ-અમદાવાદ પ્રોજેક્ટના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ્સની વ્યાપક ઓડિટ કરશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, NHSRCL નવા હાઈ-સ્પીડ કોરિડોર્સ માટેનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ બનાવી રહી છે. અમને 886 કિલોમીટર લાંબા દિલ્હી-જયપુર-ઉદયપુર-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે સર્વે કરવા માટે કહ્યું છે.

આ અધિકારીએ ઉમેર્યું કે, પ્રસ્તાવિત કોરિડોરમાં ટ્રેક્સ અલાઈનમેન્ટની સાથે અન્ય પાસાઓનું ધ્યાન રાખીને યોજના તૈયાર કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટ જરૂરિયાતના હિસાબે અંદાજે મેઈનલાઈન 17.5m નો હોઈ શકે છે. ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) ક્રોસિંગનું ધ્યાન રાખવાની સાથે વર્તમાન રેલ લાઈન્સ, માર્ગ, નદીઓ, હેરિટેજ બાંધકામ , એએસઆઈ સાઈટ્સ, ઐતિહાસિક સ્મારક વગેરેને ધ્યાનમાં રાખીને બનાવવવામાં આવશે. હાઈડ્રોલોજીકલ ડેટા પણ અત્યંત મહત્વના છે.

પ્લાનમાં ટ્રાફિકની વર્તમાન પરિસ્થિતિ, ખાસ કરીને પીક અવર્સમાં ટ્રાફિક પ્રોજેક્ટ શરૂ કર્યાના 20 વર્ષ પછી શું હશે એનું પણ આકલન કરવામાં આવશે.

પ્રસ્તાવિત સાત કોરિડોરમાં દિલ્હી –વારાણસી (865 કિલોમીટર), મુંબઈ-નાગપુર (753 કિલોમીટર), ચેન્નઈ-મૈસુર (435 કિલોમીટર), દિલ્હી-અમૃતસર (459 કિલોમીટર), મુંબઈ હૈદરાબાદ (711 કિલોમીટર) અને વારાણસી-હાવડા (760 કિલોમીટર)નો સમાવેશ છે.

national news