શિવપાલની જનાક્રોશ રેલીને મળ્યો મુલાયમ સિંહનો સાથ

26 December, 2018 03:11 PM IST  | 

શિવપાલની જનાક્રોશ રેલીને મળ્યો મુલાયમ સિંહનો સાથ

જનઆક્રોશ રેલીમાં મુલાયમ સિંહ

પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીની જનાઆક્રોશ રેલીના સભામંચ પર મુલાયમ સિંહ પહોંચ્યા. શિવપાલની આગેવાની હેઠળની સભામાં મુલાયમનો હાથ પકડીને શિવપાલ મંચ પર લઈ ગયા હતા. આ રેલીમાં અર્પણા યાદવ પણ પહોંચ્યા છે. અર્પણા યાદવે મંચ પરથી કહ્યું હતું કે, ' સિંહને ક્યારેય ઈજા ન કરાય. જ્યારે નેતાજીને ઈજા થઈ ત્યારે તે શિક્ષકમાંથી નેતા બન્યા હવે શિવપાલને ઈજા થઈ છે જોવો હવે શું થાય છે.' ઉલ્લેખનીય છે કે શિવપાલ યાદવ સપાથી અલગ થયા પછી પહેલી વાર રેલી દ્વારા તેમની રાજકારણીય તાકાત બતાવી રહ્યાં છે. અને તેમના સમર્થકોએ આ રેલીને સફળ બનાવવામાં પૂરે પૂરી તાકાત બતાવી છે. આ રેલીમાં ભારે સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. શિવપાલની રેલીમાં સેક્યુલર મોરચાના 40 થી વઘુ નાના દળોનો સમાવેશ છે.

મુલાયમ સિંહના પહોંચતા જ કાર્યકર્તાઓમાં જોશ

અર્પણા સિંહે જનાક્રોશ રેલી મંચ પરથી કહ્યું હતું કે, 'ભારત એક સેક્યુલર દેશ છે. આપણને પાણી, વીજળી, અને રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ જે મળી રહી નથી. ખેડૂતો, મજુરો, અને યુવાઓ કોઈનું સાંભળવામાં આવતું નથી. આજે પરિવર્તનનો દિવસ છે,2019માં તમે જ નક્કી કરો કે કોને વોટ આપવો. હું આભારી છું કે શિવપાલજીએ મને અહીં બોલવા માટે મોકો આપ્યો છે. અને હું તમારી સાથે છું.'

શિવપાલ હંમેશા કહે છે કે મુલાયમ સિંહના આશીર્વાદથી જ આ પાર્ટી બની શકી છે. આ સાથે જ મુલાયમ સિંહના મંચ પર પ્રવેશ સાથે કાર્યકર્તાઓમાં જોશની લાગણી ફેલાઈ હતી.

mulayam singh yadav samajwadi party