સમાજવાદી પાર્ટીએ બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલને ઑફર કરી લોકસભાની ટિકિટ

05 November, 2012 05:40 AM IST  | 

સમાજવાદી પાર્ટીએ બૅડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલને ઑફર કરી લોકસભાની ટિકિટ

ગઈ કાલે અલીગઢની એક પ્રાઇવેટ કોન્વોકેશન સેરેમનીમાં સાઇના અને બીજા પાંચ ઑલિમ્પિક મેડલ જીતનારા ખેલાડીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં આવેલા મુલાયમ સિંહે મેડલ જીતનારા વિજેતાઓનાં વખાણ કર્યો હતાં અને પછી હળવા અંદાજમાં હોય એમ સાઇના પાસે આગામી લોકસભાની ચૂંટણીમાં અલીગઢમાંથી ચૂંટણી લડવાની ટિકિટની ઑફર પણ મૂકી હતી. આ વાત સાંભળીને ખુશ થઈ ગયેલા લોકો વચ્ચે મુલાયમ સિંહે શબ્દો ર્ચોયા વગર જણાવ્યું હતું કે  સાઇનાને અલીગઢ લોકસભાની સીટની ટિકિટ આપતાં સમાજવાદી પાર્ટીને આનંદ થશે. જોકે સાઇનાએ આ ઑફરનો કોઈ પ્રતિભાવ આપ્યો નથી.