ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવામાં MNS નંબર ૧

26 October, 2014 05:12 AM IST  | 

ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવામાં MNS નંબર ૧




તાજેતરમાં જ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૩૭૦૦ ઉમેદવારોને મિનિમમ મતો ન મળતાં તેમની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે. ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હોય એવા ૩૭૦૦ ઉમેદવારોમાંથી રાજ્યમાં ૨૨૮ જગ્યા પરથી ચૂંટણીમાં ઊતરેલી રાજ ઠાકરેની MNSના સૌથી વધુ ૨૦૩ ઉમેદવારો છે. આમ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થવામાં MNS પ્રથમ ક્રમાંકે છે.

બીજી તરફ કૉન્ગ્રેસ અને NCPના ચૂંટાયા છે એથી વધુ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે. કૉૅન્ગ્રેસના ૧૪૨, NCPના ૧૪૮, શિવસેનાના ૧૧૬ અને BJPના ૪૫ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે તેમ જ અપક્ષ ઉમેદવારોને મતદારોએ સાફ નકાર્યા હતા એવું ચૂંટણીના પરિણામ પછી સ્પષ્ટ થયું હતું. આ વિધાનસભાની ચૂંટણીમાં ઊતરેલા ૧૭૯૮ અપક્ષ ઉમેદવારોમાંથી ૧૬૮૩ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ છે અને ફક્ત સાત ઉમેદવારોની જ જીત થઈ હતી.

વિધાનસભાની ચૂંટણી લડતા ઉમેદવારોને દસ હજાર રૂપિયા ડિપોઝિટ પેટે ભરવા પડે છે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને ૫૦૦૦ રૂપિયા ભરવા પડે છે. આ રકમ બચાવવી એ પ્રમુખ પક્ષો માટે પ્રતિષ્ઠાનો પ્રfન હોય છે. રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાની દૃષ્ટિએ પણ ડિપોઝિટની રકમ બચાવવી મહત્વનું હોય છે. ડિપોઝિટ બચાવવા માટે ઉમેદવારોએ મતદારસંઘમાંથી કુલ મતોના ૧/૬ મત મેળવવા આવશ્યક હોય છે.