એમક્યુએમના સ્થાપક અલ્તાફ હુસેને મોદીને શરણ આપવા વિનંતી કરી...

20 November, 2019 10:46 AM IST  |  New Delhi

એમક્યુએમના સ્થાપક અલ્તાફ હુસેને મોદીને શરણ આપવા વિનંતી કરી...

અલ્તાફ હુસેન

મુત્તાહિદા કોમી મૂવમેન્ટ (એમક્યુએમ)ના સ્થાપક અલ્તાફ હુસેને ગઈ કાલે તેમના સાથીઓ સાથે ભારતમાં શરણ આપવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે. હુસેને ૧૯૯૨થી બ્રિટનમાં આશ્રય મેળવેલો છે. હુસેન સામે બ્રિટનમાં રહી પાકિસ્તાન સૈન્ય સંસ્થાઓ અને ગુપ્તચર સંસ્થાઓ સામે લોકોને ભડકાવવાના કેસ દાખલ છે. પાકિસ્તાનના મોટા પક્ષો પૈકી એક એમક્યુએમ પર હુસેન સારી પકડ ધરાવે છે.
હુસેને કહ્યું હતું કે જો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમને ભારત આવવાની મંજૂરી આપે અને મને તથા મારા સહયોગીઓને ભારતમાં વસવાટ કરવા પરાવનગી આપે તો હું ભારત આવવા માટે તૈયાર છું. મારા દાદા અને હજારોની સંખ્યામાં મારા સંબંધીઓ ભારતમાં દફન છે, હું તેમની કબર પર જવા માગું છું. હું એક શાંતિપૂર્ણ વ્યક્તિ છું. હું વચન આપું છું કે હું ત્યાના રાજકારણમાં કોઈ જ પ્રકારની દરમ્યાનગીરી કરીશ નહીં. કૃપા કરી મને મારા સાથીઓ સાતે ભારતમાં વસવાટ કરવા પરવાનગી આપવામાં આવે.

national news pakistan narendra modi