બીજી મહિલા સાથે પકડાયા બાદ પત્નીને જ મારવા લાગ્યો આ DG રેન્કનો ઑફિસર

28 September, 2020 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

બીજી મહિલા સાથે પકડાયા બાદ પત્નીને જ મારવા લાગ્યો આ DG રેન્કનો ઑફિસર

બીજી મહિલા સાથે પકડાયા પર પત્નીને જ મારવા લાગ્યો આ DG રેન્કનો ઑફિસર

મધ્ય (Madhya Pradesh) પ્રદેશના ડીજી (DG) લેવલના અધિકારી પુરુષોત્તમ (Purushottam Sharma) શર્માનો એક વીડિયો સોશિયલ (Video Viral on Social Media) મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં વરિષ્ઠ આઇપીએસ (IPS Officer) ઑફિસર પોતાની પત્નીને જમીન પર ફેંકીને નિર્દયતાથી મારતો દેખાય છે. ઑફિસરના દીકરાએ આ ઘટનાની માહિતી ગૃહમંત્રી, મુખ્ય સચિવ અને ડીજીપીને આપતા પિતા વિરુદ્ધ કાર્યવાહીનો આગ્રહ કર્યો છે. જો કે, અત્યારે ડીજીપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો નથી.

મળતી માહિતી પ્રમાણે, તેમની પત્નીએ પુરુષોત્તમ શર્માને એક અન્ય મહિલા સાથે રંગાયેલા હાથે પકડી પાડ્યો. આ વાતથી નારાજ ઑફિસરે ઘરે પહોંચ્યા પછી પત્ની સાથે જ મારપીટ શરૂ કરી દીધી. વીડિયોમાં દેખાય છે કે તે પોતાની પત્નીને જમીન પર ફેંકી ફેંકીને જોર જોરથી મારે છે. જો કે, આ દરમિયાન કેટલાક લોકો બચાવવાનો પણ પ્રયત્ન કરતા જોવા મળે છે.

ડીજીપી પુરુષોત્તમ અને પત્ની વચ્ચે થયેલી મારપીટની આ ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકૉર્ડ થઈ ગઈ. વીડિયો પ્રમાણે ઘટના રવિવારે બપોરે 2.49 વાગ્યાની છે. જ્યારે આઇપીએસ અધિકારી પત્નીને નિર્દયતાથી મારી રહ્યો હતો. લગભગ સાડાચાર મિનિટના વીડિયોમાં આઇપીએસ અધિકારી પત્નીને કેટલી નિર્દયતાથી મારતો અને અપશબ્દોનો ઉપયોગ કરતો જોવા મળે છે.

હનીટ્રેપ મામલે ઉછળ્યું હતું પુરુષોત્તમ શર્માનું નામ
પુરુષોત્તમ શર્માના દીકરા પાર્થ ગૌતમ શર્મા પણ આઇઆરએસ અધિકારી છે. મળતી માહિતી પ્રણે દીકરાએ જ આ વીડિયો શૅર કર્યો છે. તો, પોલીસના મોટા ઑફિસરનો મામલો હોવાને કારણે તમામ અધિકારીઓએ મૌન સેવ્યું છે. હનીટ્રેપ મામલે જ્યારે પુરુષોત્તમ શર્માનું નામ ઉછળ્યું હતું, ત્યારે તેમણે કહ્યું હતું કે મને બદનામ કરવાનું ષડયંત્ર છે.

national news madhya pradesh Crime News