મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોના સંક્રમિત

25 July, 2020 04:46 PM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Online Correspondent

મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કોરોના સંક્રમિત

ફાઈલ તસવીર

કોરોના વાયરસ (COVID-19)ની ચપેટમાં વધુ એક રાજકારણી આવી ગયા છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બાબતની કાણકારી તેમણે ટ્વિટ કરીને આપી હતી.

શિવરાજસિંહ ચૌહાણે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "મારા પ્રિય દેશવાસીઓ, મારામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મારા સાથીઓને અપીલ કરું છું કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાનો રિપોર્ટ કરાવી લે. મારી નજીકના લોકો હૉમ ક્વૉરન્ટીન થઈ જાય."

તેમણે વધુ એક ટ્વીટમાં લખ્યું હતું કે, સમયસર સારવાર મળે તો કોરોનાનો દર્દી સાજો થઈ જાય છે. હું 25મી માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા બેઠક કરતો રહ્યો છું. હવે હું વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠક કરવાનો પ્રયાસ કરીશ.

અત્યારે ચિરાયુ હૉસ્પિટલમાં સારવાર લહી રહ્યાં છે. શુભેચ્છકોને ધન્યવાદ આપતી ટ્વીટ પણ કરી હતી.

મધ્ય પ્રદેશ રાજ્યમાં અત્યાર સુધી કોરોનાના કુલ 26,210 કેસ સામે આવ્યા છે. જેમાંથી 17,866 લોકો સારવાર બાદ સાજા થયા છે. શનિવારે જાહેર થયેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 507 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને પગલે અત્યાર સુધી 791 લોકોએ જીવ ગુમાવ્યો છે.

coronavirus covid19 national news madhya pradesh