અયોધ્યામાં નિર્માણ થનારા મસ્જિદનું નામ બાબરી નહીં પણ........

20 August, 2020 08:16 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

અયોધ્યામાં નિર્માણ થનારા મસ્જિદનું નામ બાબરી નહીં પણ........

પ્રતીકાત્મક તસવીર

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવા માટે પાંચ ઓગસ્ટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. મંદિરના બાંધકામની સાથે મસ્જિદ બનાવવા માટે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પાંચ એકર જમીન ઉપર નિર્માણ થનારા આ મસ્જિદનું નામ પણ લગભગ નક્કી જ છે.

અયોધ્યા શહેરની બહાર બનનારા આ મસ્જિદનું નામ બાબરના નામ ઉપર નહીં હોય, પરંતુ મસ્જિદને એ સ્થળના નામથી જ ઓળખવામાં આવશે, જ્યાં તેનું નિર્માણ થવાનું હોય.

મસ્જિદનું નિર્માણ કરવા માટે એક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે. આ ટ્રસ્ટે કહ્યું કે, તેઓ કોઈ પણ વિવાદમાં સપડાવા માગતા નથી. પરિણામે કોઈ પણ શાસકના નામ ઉપર મસ્જિદનું નામ રાખવામાં આવશે નહીં.

સુન્ની વક્ફ બોર્ડે રચેલા ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશનના સચિવ અતહર હુસૈને કહ્યું કે, મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન અયોધ્યાના રૌનાહીના ધન્નીપુરમાં આપવામાં આવી છે. હવે ધન્નીપુરમાં જ મસ્જિદનું નિર્માણ થશે તો મસ્જિદનું નામ પણ ધન્નીપુર ગામના નામ પર જ હશે. અગાઉ અમન મસ્જિદ અને સૂફી મસ્જિદ જેવા નામ ઉપર વિચાર કરવામાં આવ્યો હતો પરંતુ હવે આ મસ્જિદનું નામ ધન્નીપુર જ હશે.

મસ્જિદના નિર્માણ માટે બે બૅન્ક ખાતા ખોલવામાં આયા છે. આ ખાતામાં મસ્જિદના નિર્માણ માટે દાન સ્વિકારવામાં આવશે. આમાંનું એક ખાતુ મસ્જિદ નિર્માણ માટે અને બાજુ મસ્જિદના આસપાસના વિસ્તારના નિર્માણ માટે છે. મસ્જિદની આસપાસ હોસ્પિટલ, સામુદાયિક કિચન અને એજ્યુકેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ત્રણ મહિનામાં મસ્જિદ નિર્માણનું કાર્ય શરૂ થશે.

 

national news uttar pradesh ayodhya ram mandir babri masjid