૧૦૦ કરોડથી વધુ લોકોએ ઓછામાં ઓછી એક વખત ‘મન કી બાત’ સાંભળીઃ સ્ટડી

25 April, 2023 12:52 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ રેડિયો-શોની ૩ ઑક્ટોબર, ૨૦૧૪ના રોજ શરૂઆત થઈ હતી.

નરેન્દ્ર મોદી

૧૦૦ કરોડથી વધુ લોકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મન્થ્લી રેડિયો પ્રોગ્રામ ‘મન કી બાત’ને ઓછામાં ઓછી એક વખત સાંભળ્યો છે, જ્યારે લગભગ ૨૩ કરોડ લોકો આ પ્રોગ્રામને નિયમિત રીતે સાંભળે કે જુએ છે. આઇઆઇએમ-રોહતકના એક સ્ટડીમાં આ વાત બહાર આવી છે. ‘મન કી બાત’ના ઍનૅલિસિસ ‘ધ લિસનર ફીડબૅક ઍન્ડ સેન્ટિમેન્ટ’ના ભાગરૂપે દેશમાં જુદાં-જુદાં રાજ્યોના અને જુદા-જુદા પ્રોફેશનના ૧૦,૦૦૩ લોકોનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો, જેમાં બહાર આવ્યું હતું કે એમાંથી ૯૬ ટકા લોકો આ શોથી વાકેફ છે. આ રેડિયો-શોની ૩ ઑક્ટોબર, ૨૦૧૪ના રોજ શરૂઆત થઈ હતી. આ સ્ટડી માટે ઉત્તર, દ​ક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એમ દરેક ઝોનમાંથી ૨૫૦૦ લોકોના ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં ૮૬ પ્રોફેશન્સને કવર કરવામાં આવ્યા હતા, જેમાં અનૌપચારિક ક્ષેત્રના વર્કર્સ પણ સામેલ છે.

national news mann ki baat narendra modi new delhi