૧ કરોડથી વધુ ભારતીયોએ કોરોનાને આપી માત

08 January, 2021 12:06 PM IST  |  New Delhi | Agencies

૧ કરોડથી વધુ ભારતીયોએ કોરોનાને આપી માત

પ્રતીકાત્મક તસવીર

કોવિડ-૧૯ સામેની લડતમાં ભારતે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. દેશમાં કુલ રિકવરીનો આંકડો એક કરોડને પાર કરી ગયો હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ગઈ કાલે જણાવાયું હતું.
છેલ્લા ૨૪ કલાકમાં ૧૯,૫૮૭ લોકો રિકવર થવા સાથે અત્યાર સુધીમાં દેશમાં કુલ રિકવરીનો આંકડો ૧,૦૦,૧૬,૮૫૯ પર પહોંચ્યો છે.
ભારત દેશે વિશ્વમાં સૌથી વધુ ૯૬.૩૬ ટકા રિકવરી નોંધાવી હોવાનું જણાવતાં કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વધુ કેસલોડ ધરાવતા દેશોમાં પણ રિકવરીનું પ્રમાણ નીચું રહ્યું છે.
ઍક્ટિવ કેસ અને રિકવર થયેલા કેસ વચ્ચેનું અંતર દિન-પ્રતિદિન વધતાં હાલના તબક્કે ૯૮,૮૮,૭૭૬ પર નોંધાયા હતા, રિકવર થયેલા કેસનો આંકડો ઍક્ટિવ કેસ કરતાં ૪૪ ગણો વધુ હોવાનું મંત્રાલય દ્વારા જણાવાયું હતું.

national news coronavirus covid19