હૈદરાબાદમાં ભારે વરસાદથી 11 લોકોએ જાન ગુમાવ્યા

15 October, 2020 11:44 AM IST  |  Hyderabad | Agency

હૈદરાબાદમાં ભારે વરસાદથી 11 લોકોએ જાન ગુમાવ્યા

વર્ષાનું તાંડવ : છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે હૈદરાબાદમાં પૂર જેવી પરિસ્થિતિ હતી. વરસાદના પાણીના કારણે કૅબલ બ્રિજ ડૂબી ગયો હતો. ફલકનામા વિસ્તારમાં પાણી સામે સંઘર્ષ કરતો યુવક, પોતાના બિલ્ડિંગમાં ભરાયેલા પાણીનું સ્તર માપતો યુવક

હૈદરાબાદના શમશાબાદના ગગનપહાડ વિસ્તારમાં મંગળવારે રાતે ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધ્વસ્ત થઈ જતાં ત્રણ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. અનરાધાર વરસી રહેલા વરસાદના કારણે કુલ ૧૧ લોકોનાં મોત નીપજ્યાં હતાં. છેલ્લા ૨૪ કલાકમાં શહેરના ઘણા વિસ્તારોમાં ૨૦ સેન્ટિમીટર કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધસી પડતાં એક પરિવારના ત્રણ સભ્યોનાં મોત નીપજ્યાં હતાં. અનરાધાર વરસાદના કારણે મંગળવારથી અત્યાર સુધીમાં હૈદરાબાદમાં ૧૧ લોકોનાં મોત નીપજ્યાં છે. આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે અન્ય ઘણાં ઘરોને નુકસાન પહોંચ્યું છે અને લોકોનાં વાહનો વહી ગયાં છે.

આ ઉપરાંત મંગળવારે ભારે વરસાદને પગલે હૈદરાબાદના બાંદલાગુડા વિસ્તારના એક ઘર પર મોટી શિલા પડવાના કારણે એક બાળક સહિત આઠ વ્યક્તિનાં કચડાવાથી મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ વ્યક્તિને ઈજા થઈ હતી.

દરમ્યાન શહેરના વનસ્થલીપુરમ, દમ્મઇગુડા, અટ્ટાપુર મેઇન રોડ તેમ જ મુશીરાબાદ જેવા વિસ્તારોમાં વરસાદના કારણે પાણી ભરાયાં હતાં.

hyderabad national news andhra pradesh