કેરળમાં વરસાદની એન્ટ્રી, હજુ ભારે વરસાદની ચેતવણી

08 June, 2019 02:55 PM IST  | 

કેરળમાં વરસાદની એન્ટ્રી, હજુ ભારે વરસાદની ચેતવણી

કેરળ પહોચ્યું ચોમાસું

આખરે વરસાદે કેરળમાં એન્ટ્રી કરી છે. સામાન્ય રીતે વરસાદ કેરળમાં જૂનના પહેલા અઠવાડિયામાં પહોચી જાય છે. વરસાદ કેરળમાં 8 દિવસ મોડુ પહોચ્યું છે. મૌસમ વિભાગના અધિકારીઓ અનુસાર કેરળના ઘણા ભાગોમાં વરસાદ પડ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી છે અને ખેડૂતોને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે વધુ પડતી ગરમીના કારણે પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ગરમીના કારણે જળાશયોમાં પાણી નિમ્ન સ્તરે પહોચી ગયા હતા. કેરળમાં વરસાદના આગમન સાથે લોકોને રાહત થશે. જોકે હવામાન ખાતાએ રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી આપી છે.

કેરળમાં રેડ અલર્ટ

હવામાન વિભાગે કહ્યું હતું કે જલ્દી જ કેરળમાં ચોમાસું પહોંચશે. પરંતુ આ વચ્ચે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગે રાજ્યના અનેક હિસ્સાઓમાં અલર્ટ જાહેર કર્યું છે. કેરળ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપરએ 10 જૂને ત્રિશૂર અને 11 જૂને એર્નાકુલમ, મલપ્પુરમ અને કોઝિકોમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે ચોમાસુ નબળું રહેવાની સંભાવના

હવામાન વિભાગની આગાહી અનુસાર કેરળમાં વરસાદ 6 જૂને પહોચવાનું હતું. જો કે આખરે વરસાદે 8 જૂને વરસાદે કેરળમાં એન્ટ્રી લીધી છે. બુધવારે સ્કાઈમેટના વરિષ્ઠ વૈજ્ઞાનિકે પણ કહ્યું હતું કે હવે ગમે ત્યારે ચોમાસું કેરળમાં પહોંચી શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે આ વર્ષ ચોમાસું નબળું રહેશે. અલ નીનો અને ગ્લોબલ વૉર્મિંગના કારણે આ વર્ષે ચોમાસું નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રેલવે સ્ટેશન પર હવે હશે એરપોર્ટ જેવા નિયમો, નો ટિકિટ નો એન્ટ્રી

ગત વર્ષની કેરળની તબાહી કોઈ ભૂલી શક્યું નથી. જ્યારે કેરળ માટે આખી દુનિયાએ પ્રાર્થના કરી હતી. ગયા વર્ષે પણ કેરળના અનેક રાજ્યોમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું હતું. 2018માં કેરળ સૌથી ભીષણ પૂરની ચપેટમાં આવી ગયું હતું. જેમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

gujarati mid-day national news