વાંદરાએ સમજદારી દાખવી બીજા વાંદરાનો જીવ બચાવ્યો

22 December, 2014 03:59 AM IST  | 

વાંદરાએ સમજદારી દાખવી બીજા વાંદરાનો જીવ બચાવ્યો



જાનવરોમાં માનવી જેટલી સમજદારી નથી હોતી, પણ સંવેદનશીલતા તો હોય છે. કાનપુર રેલવે-સ્ટેશને એક વાંદરાએ ગજબની સમજદારી દાખવી બીજા વાંદરાનો જીવ બચાવ્યો હતો, જે ત્યાં હાજર સેંકડો લોકોએ નજરે જોયું હતું અને કેટલાકે પોતાના મોબાઇલ ફોનથી રેકૉર્ડિંગ પણ કર્યું હતું.

આ ઘટના પ્રમાણે કાનપુર રેલવે-સ્ટેશને ટ્રેનના હાઈ ટેન્શન ઓવરહેડ તાર પર એક વાંદરો ચાલી રહ્યો હતો ત્યારે તેને ઇલેક્ટ્રિક શૉક લાગતાં બેહોશ થઈને નીચે ગટરમાં પડી ગયો હતો. બધાને લાગ્યું કે આ વાંદરો મરી ગયો છે, પરંતુ અચાનક એક બીજો વાંદરો આવ્યો અને જાણે કે પોતે ડૉક્ટર હોય એમ ગટરમાં પડેલા વાંદરાને જગાડવાના પ્રયાસો કર્યા હતા. એને બચકાં ભયાર઼્ અને ગટરના પાણીમાં વારે-વારે ડુબાડ્યો હતો.

લગભગ ૧૫-૨૦ મિનિટ આવું ચાલ્યા બાદ બેહોશ વાંદરો હલ્યો અને એણે ખાતરી કરી કે એ મર્યો નથી, પણ જીવતો છે. પછી ડૉક્ટર વાંદરાએ શૉક લાગવાથી નબળા પડી ગયેલા વાંદરાનો હાથ પકડ્યો અને બન્ને ત્યાંથી ચાલી નીકYયા હતા. ત્યાં હાજર લોકોએ તાળીઓ અને સીટીઓ વગાડીને આ બન્ને વાંદરાઓનું જાણે કે સન્માન કર્યું હતું અને વાંદરાઓ ત્યાંથી હૂપ-હૂપ કરતા ચાલ્યા ગયા હતા.