તેલંગણમાં વાંદરા સાથે ગ્રામીણોની ક્રૂરતા, ઝાડ પર લટકાવવામાં આવ્યું...

30 June, 2020 06:48 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

તેલંગણમાં વાંદરા સાથે ગ્રામીણોની ક્રૂરતા, ઝાડ પર લટકાવવામાં આવ્યું...

પ્રતીકાત્મક તસવીર

ઘટના તેલંગણના ખમામ જિલ્લાની છે. અહીં એક વાંદરાને ગ્રામીણોએ ઝાડ પર લટકાવી દીધો છે. આવું એટલા માટે કર્યું જેથી અન્ય વાનરો આ જોઇને ડરી શકે અને ગામમાંથી ભાગી જાય.

કેરળમાં ગર્ભવતી હાથીણીને વિસ્ફોટક ખવડાવવાની ઘટના તાજેતરમાં જ આખા દેશમાં ચર્ચાનો વિષય બની હતી, હવે પ્રાણીઓ સાથે ક્રૂરતાની વધુ એક ઘટના સામે આવી છે. તેલંગણમાં ખમામ જિલ્લામાં ગ્રામીણોએ એક વાંદરાને મારી નાખ્યું, એટલું જ નહીં પણ તેને ઝાડ પર લટકાવી પણ દીધું.

ઘટના તેલંગણના ખમામ જિલ્લાની છે. અહીં અમ્માપેલમ ગામમાં મોટી સંખ્યામાં વાનરો ફરતાં હતા. વાનરોથી ખેડૂતો ઘણાં હેરાન થઈ ગયા હતા. આ દરમિયાન એક દિવસ એકાએક એક વાંદરો પાણીમાં પડી ગયો અને એક ગ્રામીણ તેને ગામડામાં લઈ ગયો અને ઝાડ પર લટકાવી દીધું. આવું એટલે કરવામાં આવ્યું જેથી અન્ય વાંદરાઓ આને જોઇને ડરી શકે અને ગામ છોડીને ભાગી જાય.

આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાંદરા સાથે આ ક્રૂરતાની ખૂબ જ આલોચના કરવામાં આવી રહી છે. વીડિયોમાં જ્યાં વાંદરાનો લટકાવી દેવામાં આવ્યો છે, તેની પાસે કેટલાક લોકો લાકડી-દંડા લઈને ઊભેલા જોવા મળે છે. કેટલાક લોકો આનંદમાં જોવા મળે છે.

વાનર સાથે ગ્રામીણેના વ્યવહારથી એનિમલ રાઇટ એક્ટિવિસ્ટ ખૂબ જ નારાજ છે. જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ થઈ રહી છે. ફરિયાદ બાદ વન વિભાગના અધિકારીઓએ ત્રણ ગ્રામીણોને અટકમાં લીધા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગયા જૂનમાં કેરળના મલ્લપુરમથી માણસાઇને હલબલાવી નાખનારી તસવીર સામે આવી હતી, જ્યાં એક ગર્ભવતી હાથિણી ખાવાની શોધમાં જંગલની બાજુના ગામમાં પહોંચી ગઈ, પણ ત્યાં અસામાજિક તત્વોએ અનાનસમાં વિસ્ફોટક ભરીને ગર્ભવતી હાથિણીને ખવડાવી દીધા. ત્યાર બાદ તેનું મૃત્યુ થઈ ગયું છે. આ મામલે કેન્દ્ર સરકારે પણ નોંધ લીધી અને ઘટનાને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ જણાવી.

national news telangana