અમને લક્ષ્ય બનાવવા માટે ઊભો થયો ગૌહત્યાનો મુદ્દો

17 January, 2016 05:45 AM IST  | 

અમને લક્ષ્ય બનાવવા માટે ઊભો થયો ગૌહત્યાનો મુદ્દો




ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ હસીબની ધરપકડ પછી જામીન બાદ શમીના પિતા તૌસીફ અહમદનું કહેવું છે કે તેમના કુટુંબ પર જોખમ હતું અને ગૌહત્યાના મુદ્દાની આડ હેઠળ તેમને પહેલાંથી લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા હતા.

તૌસીફ અહમદે ગઈ કાલે મેરઠમાં કહ્યું હતું કે ‘મારો પુત્ર ઘટનાસ્થળે હાજર હતો જ નહીં અને ઘણે મોડેથી તે ત્યાં પહોંચ્યો હતો. તે લોકોના ટોળામાં ઊભો હતો અને તેને વગર કારણે વિવાદોમાં ખેંચી લેવામાં આવ્યો હતો. જ્યારથી શમી ભારતીય ટીમમાં રમવા લાગ્યો છે ત્યારથી કેટલાક લોકો તેમના કુટુંબને દુશ્મન માનવા લાગ્યા છે અને આ જ મુદ્દે એક મહિના પહેલાં મેં કલેક્ટરને ફરિયાદ કરી હતી.’

આ વિશે અમરોહાના કલેક્ટર વેદપ્રકાશને પ્રશ્ન કરતાં તેમણે કહ્યું હતું કે તૌસીફ અહમદ મને એક મહિના પહેલાં મળ્યા હતા અને તેમના કુટુંબ પર રહેલા જોખમની વાત કહી હતી.

ગયા બુધવારે સાંજે પોલીસને બાતમી મળી હતી કે ગૌહત્યાના કેસનો વૉન્ટેડ આરોપી મુરાદબાદ તરફ જઈ રહ્યો છે. પોલીસની ટીમ બુઢનપુર પુલ પર પહોંચી હતી અને કારમાં આવી રહેલા આરોપીને પુલની નીચે પકડી લીધોે હતો ત્યારે આરોપી નાસી છૂટવાની કોશિશ કરવા લાગ્યો હતો. દરમ્યાન શમીનો ભાઈ હસીબ પોતાના બે-ત્રણ સાથીદારો સાથે ત્યાં પહોંચ્યો હતો અને આરોપીને છોડાવવાની કોશિશ કરી હતી. તેના પર આરોપ છે કે હસીબની પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રદીપ ભારદ્વાજ સાથે મારપીટ થઈ અને હસીબે ઇન્સ્પેક્ટરનો યુનિફૉર્મ ફાડી નાખ્યો હતો.

જોકે આ ઘટનાનો હસીબે ચોખ્ખો ઇનકાર કર્યો હતો. હસીબે કહ્યું હતું કે ‘હું પોલીસ અને કેટલાક લોકો વચ્ચે થઈ રહેલો વિવાદ જોવા ત્યાં ગયો હતો અને પોલીસે મારી ધરપકડ કરી હતી.