ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીને તેલંગણના પ્રધાન તરીકે શપથ લીધા

01 November, 2025 05:48 PM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

તેલંગણ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને રાજ્યપાલના ક્વોટાથી વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા.

ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીને તેલંગણના પ્રધાન તરીકે શપથ લીધા

તેલંગણ સરકારે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને કૉન્ગ્રેસના નેતા મોહમ્મદ અઝહરુદ્દીનને રાજ્યપાલના ક્વોટાથી વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત કર્યા હતા. ગઈ કાલે રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્માએ રાજભવનમાં મોહમ્મદ અઝહરુદ્દીનને પ્રધાનપદના સોગંદ લેવડાવ્યા હતા. એનાથી કૉન્ગ્રેસ સરકારને પ્રધાનમંડળમાં પહેલું મુસ્લિમ પ્રતિનિધિત્વ મળ્યું હતું. અઝહરુદ્દીનના સામેલ થવાથી પ્રધાનમંડળમાં કુલ સદસ્યોની સંખ્યા ૧૬ થઈ ગઈ છે. વિધાનસભાના સદસ્યોની સંખ્યા અનુસાર તેલંગણમાં વધુમાં વધુ ૧૮ પ્રધાનો થઈ શકે છે.

telangana cricket news sports news sports mohammad azharuddin national news