એમ્સમાં બોલ્યા મોદી,દેશના દાયિત્ય પ્રત્યે બનો ગંભીર

20 October, 2014 10:28 AM IST  | 

એમ્સમાં બોલ્યા મોદી,દેશના દાયિત્ય પ્રત્યે બનો ગંભીર


નવી દિલ્હી,તા.20 ઓકટોબર

હુ મારા વિદ્યાર્થી કાળમાં શિસ્તબધ્ધ નથી રહ્યો કે ન મને કોઈ પણ એવોર્ડ મળ્યો છે.તેમ છતાં હુ નસીબદાર છુ કે આવી વ્યકિતઓને સમ્માન્નિત કરવાનો અવસર મળ્યો.જો કે મારી આજેય એક વિદ્યાર્થી તરીકેની ઉત્સુકતા આજે તરોતાજા છે.આ વાતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એમ્સના પદવી સમારોહમાં કહી.

તેમણે કહ્યુ કે તેઓ ન તો ડોક્ટર છે અને ન તો એમ્સના વિદ્યાર્થીઓ જેવા કાબેલ,તેમ છત્તાં તેમને અહીં દેશના પ્રધાનમંત્રીના નાતે બોલાવવામાં આવ્યાં છે.ગંભીર માહોલને તેમણે વિદ્યાર્થીઓ સાથે મસ્તીના અંદાજમાં વાત કરીને હળવો બનાવી દીધો હતો.તેમણે વિદ્યાર્થીઓને એ પણ પૂછી લીધુ કે તેઓ આટલા ગંભીર કેમ દેખાઈ રહ્યાં છે?

તેમણે જેવુ જ ઉપરોક્ત વાક્ય પુછ્યુ કે તરત જ વિદ્યાર્થીઓએ તાલીઓનો ગડગડાટ કર્યો.આ પ્રસંગે તેમણે એક વિદ્યાર્થી જીવનમાં એક માહોલ હોય છે તે અંગે વાત કરીને ત્યાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ખડખડાળ હસાવ્યા હતા.તેમણે કહ્યુ કે જો કોઈ વ્યકિતમાં એકલવ્ય જેવા ગુણો નહીં હોય તો તે પોતાના વિનાશ તરફ જ આગળ વધશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે કહ્યુ હતુ કે તમે પણ અંહીથી નિકળ્યા બાદ વિદ્યાર્થી નહી રહો,પણ સમાજ પ્રત્યેના જવાબદાર ડોક્ટરો બની જશો.ડોક્ટરો માટે એ બાબત ખુબ મહત્વની છે કે તેઓ પોતાની ભૂમિકા સારી રીતે નિભાવે. તેમણે એમ્સના વરિષ્ઠ અધિકારીઓને કહ્યુ હતુ કે આવા પ્રકારના સમારોહમાં ગરીબ વસ્તીના હોનહાર બાળકોને વિશેત અતિથિ બનાવવા જોઈએ.

એમ્સના દિક્ષાંત સમારોહમાં પહોચેલા મોદીએ ફરી એકવાર ત્યાં ઉપસ્થિત તમામ લોકોને દેશના વિકાસમાં ભાગીદાર બનવાની અપીલ કરી હતી.તેમણે કહ્યુ કે કોઈ પણ વ્યકિત કોઈ પણ સમયે તેમને પોતાના વિચારો મોકલી શકે છે.