Modi On Electoral Bond: ‘જે લોકો આની પર નાચી રહ્યા છે એ પસ્તાશે’ પીએમ મોદીએ છોડ્યું શબ્દબાણ

01 April, 2024 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Modi On Electoral Bond: નરેન્દ્ર મોદીએ એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપતી વખતે ઇલેક્ટરોલ બૉન્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને એ મુદ્દે જવાબ આપ્યો હતો.

નરેન્દ્ર મોદીની ફાઈલ તસવીર

લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે તે પહેલા ઈલેક્ટોરલ બોન્ડ (Modi On Electoral Bond)નો મુદ્દો ખૂબ જ મોટા પાયે ચગ્યો છે. ઇલેક્ટરોલ બૉન્ડના મામલામાં સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને વારંવાર ફટકાર પણ લગાવી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને ચૂંટણી પંચે ઇલેક્ટરોલ બૉન્ડ સંબંધિત તમામ માહિતી શેર કરવા જણાવ્યું હતું. હવે તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપતી વખતે ઇલેક્ટરોલ બૉન્ડનો મુદ્દો ઉઠાવ્યો હતો. અને એ મુદ્દે જવાબ આપ્યો હતો.

નરેન્દ્ર મોદીને જ્યારે બૉન્ડ સંબંધિત પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ શું કહ્યું?

જ્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યું હતું કે શું બોન્ડ ડેટા (Modi On Electoral Bond) સત્તાધારી ભાજપ માટે આઘાતજનક છે ત્યારે પીએમ મોદીએ તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે, "મને કહો કે અમે એવું શું કર્યું છે કે મારે તેને આંચકા તરીકે જોવું જોઈએ. હું દૃઢપણે માનું છું કે જે લોકો હોબાળો કરી રહ્યા છે. તેના વિશે (બોન્ડની વિગતો) અને તેના પર ગર્વ છે તેનો પસ્તાવો થશે."

Modi On Electoral Bond: ઈન્ટરવ્યુ દરમિયાન પીએમ મોદીએ ઘણી બધી બાબતોનો ખુલાસો કર્યો હતો. તેઓએ દ્રઢપણે જણાવ્યું હતું કે વ્યક્તિ જે કરે છે તેમાં રાજકારણ ક્યાંય હોવું ન જોઈએ. હું દેશ માટે કામ કરું છું અને તમિલનાડુ દેશની મોટી તાકાત છે.

હું માત્ર ચૂંટણી જીતવા માટે કામ નથી કરતો: પીએમ મોદી 

પીએમ મોદીએ ઇંટરવ્યૂ દરમિયાન એમ પણ જણાવ્યું (Modi On Electoral Bond) હતું કે હું એક નેતા છું તેનો અર્થ એ નથી કે હું માત્ર ચૂંટણી જીતવા માટે કામ કરું છું. આ સાથે જ તેઓએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભાજપના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (NDA) સમાજના વિવિધ વર્ગોને જોડે છે અને લોકોની આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

પરિવારવાદનો મુદ્દો સમજાવ્યો પીએમ નરેન્દ્ર મોદીએ

પીએમે કહ્યું હતું કે જો એક પરિવારમાંથી એકથી વધુ વ્યક્તિ રાજનીતિમાં આવે છે તો હું તેને વંશવાદી રાજનીતિ નથી કહેતો. અમે ઈચ્છીએ છીએ કે વધુ લોકો રાજકારણમાં આવે. એક જ પરિવારના 10 લોકો રાજકારણમાં આવે તો પણ હું તેને ખરાબ નથી કહેતો. પરંતુ જ્યારે કોઈ રાજકીય પક્ષ ચલાવવામાં આવે છે અને તેના નિર્ણયો પરિવાર દ્વારા લેવામાં આવે છે, તો તે એક વંશવાદી પક્ષ છે. આમાં લોકશાહી નહીં હોય.

જ્યારે પીએમને ઇડીને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે તમે જે કહી રહ્યા છો, શું અમારી સરકાર આવ્યા બાદ ઈડી બનાવવામાં આવી હતી? અમે પીએમએલએનો કાયદો બનાવ્યો છે. ઇડી તો સ્વતંત્ર છે, ન તો અમે તેને રોકીએ છીએ અને ન તો મોકલીએ છીએ.

national news narendra modi Lok Sabha Election 2024 election commission of india