રાહુલનો સરકાર પર વારઃ GDPમાં ઘટાડો, કોવિડ-19 કેસમાં વધારો પણ સબ ચંગા...

12 September, 2020 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રાહુલનો સરકાર પર વારઃ GDPમાં ઘટાડો, કોવિડ-19 કેસમાં વધારો પણ સબ ચંગા...

રાહુલ ગાંધી

કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ (Rahul Gandhi) ગાંધીએ કોરોના (Coronavirus) વાયરસ મહામારી સામે લડવા માટેની તૈયારીને લઈને ફરી એકવાર મોદી સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ કોવિડ-19ના વધતા કેસ, અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો અને રોજગારના મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે મોદી સરકારની કોરોના વાયરસ વિરુદ્ધ 'સુનિયોજિત લડાઇ'એ ભારતને મંદીમાં ધકેલી દીધો છે.

રાહુલ ગાંધીએ શનિવારે પોતાના ટ્વીટમાં લખ્યું, "કોવિડ વિરુદ્ધ મોદી સરકારની 'સુનિયોજિત લડાઇ'એ ભારતને મંદીમાં ધકેલી દીધો છે. જીડીપીમાં ઐતિહાસિક 24 ટકાનો ઘટાડો, 12 કરોડ નોકરીઓ ગઈ, 15.5 લાખ કરોડ રૂપિયાથી વધારેનું ઋણ, વિશ્વમાં કોરોનાના સૌથી વધારે કેસ અને મોત. પણ ભારત સરકાર અને મીડિયા માટે 'સબ ચંગા સી'."

આ પહેલા શુક્રવારે કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીએ ચીન મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર, ચીનને આપણી જમીન પરથી બહાર કાઢવાની જવાબદારી લેવાથી બચવાનો પ્રયત્ન કરે છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "ચીન સાથે વાતચીત ફક્ત માર્ચ 2020ની સ્થિતિ બરાબર કરવા વિશે થવી જોઇએ. પીએમ અને ભારત સરકારે ચીનને આપણી જમીન પરથી બહાર ધકેલવાની જવાબદારી લેવાની ના પાડી દીધી છે. આ સિવાય અન્ય વાત બેકાર છે."

rahul gandhi national news narendra modi