મોદી સરકાર સંસદના આગામી સત્રમાં સુધારા ખરડો રજૂ કરશે

22 May, 2020 07:12 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મોદી સરકાર સંસદના આગામી સત્રમાં સુધારા ખરડો રજૂ કરશે

ફાઈલ તસવીર

હવેથી દેશમાં રજિસ્ટ્રેશન માટે લોકોએ પૅન કાર્ડ અથવા આધાર કાર્ડ રજૂ કરવું પડશે. થોડા સમય પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારના નિયમનો સંકેત આપવામાં આવ્યો હતો અને હવે આ સિસ્ટમ અમલી બનાવવા તરફ સરકારે આગેકૂચ કરી છે.

સંસદના આગામી સત્રમાં આ માટેનો સુધારા ખરડો રજૂ થવાની શક્યતા છે. સરકાર એમ માને છે કે આ પગલાથી દેશમાં જમીનની છેતરપિંડીને લગતા કેસ પર અંકુશ આવશે અને બેનામી વ્યવહારોને નિયંત્રિત કરી શકાશે.

આ કામગીરી સાથે સંકળાયેલા સરકારના ટોચના અધિકારીઓએ એવી માહિતી આપી છે કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળ આવતા જમીન ક્રોત વિભાગ દ્વારા સમગ્ર દરખાસ્ત તૈયાર થઈ રહી છે અને સંસદના હવે પછીના સત્રમાં સુધારા ખરડો રજૂ થશે.

તેમણે કહ્યું કે રજિસ્ટ્રેશન સુધારા ખરડામાં કેટલીક નવી જોગવાઈઓનો ઉમેરો કરવામાં આવશે અને સંસદમાં આ બારામાં લાંબી ચર્ચા પણ થશે એમ માનવામાં આવે છે. સુધારા ખરડામાં એવી જોગવાઈ કરવામાં આવશે કે પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ અથવા પૅન કાર્ડ અથવા એના જેવું કોઈ બીજું પ્રૂફ જેમ કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ફરજિયાત આપવું પડશે.

national news narendra modi