ISISમાંથી પાછા આવનારા મુંબઈના યુવાનોને સરકાર નહીં પકડે

06 October, 2014 03:13 AM IST  | 

ISISમાંથી પાછા આવનારા મુંબઈના યુવાનોને સરકાર નહીં પકડે


ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) માટે કામ કરવા ગયેલા ભારતના યુવાનો જો સ્વદેશ પાછા ફરશે તો તેમને પકડવામાં ન આવે એવો હોમ મિનિસ્ટ્રીનો પ્રસ્તાવ છે. ઇન્ટેલિજન્સ એજન્સીઓને શક છે કે ભારતમાંથી આશરે ૧૮થી ૨૦ યુવાનો ઇરાક ગયા છે.

નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ISISના વિરુદ્ધ FIR નોંધવાનો પ્રસ્તાવ મૂક્યો છે, પણ હોમ મિનિસ્ટ્રી હવે અન્ય વિકલ્પ વિચારે છે. તે યુવાનો ભારત પાછા ફરે એટલે તેમને જેલમાં પૂરવાને બદલે તેમના મનમાંથી કટ્ટરપણું દૂર કરવામાં આવશે. સરકારને એવું લાગે છે કે જો તેમની સામે FIR નોંધવામાં આવશે તો તેઓ પાછા આવવાનું નામ નહીં લે અને યુવાનોના પરિવારજનો પણ પોલીસને જાણકારી નહીં આપે.યુવાનો સામે FIR નોંધવામાં શા માટે નહીં આવે એ વિશે હોમ મિનિસ્ટ્રીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘અમે એ સવાલનો જવાબ શોધી રહ્યા છીએ કે તેમની સામે FIR નોંધવાથી શું ફાયદો થશે. કાનૂની રીતે જોઈએ તો તેમણે દેશમાં કોઈ ખોટું કામ કયુંર્ નથી. તેઓ ભારત પાછા આવે ત્યારે તેમના પર નજર રાખી શકાશે. તેમના મનમાંથી કટ્ટરપણું કાઢવામાં આવે તો આ કદમ તેમના માટે મદદગાર સાબિત થઈ શકે.’

મલેશિયાની ડૉક્ટર ISISમાં જોડાઈ

૨૬ વર્ષની એક મહિલા ડૉક્ટર સહિત આશરે ૨૨ મલેશિયનો સિરિયામાં ISISના આતંકવાદીઓને મદદ કરવા પહોંચ્યાં છે. ક્વાલા લમ્પુર પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું કે આ મહિલા ડૉક્ટર મલેશિયનને પરણી છે અને એનો પતિ ત્લ્ત્લ્નો મેમ્બર છે. તે સિરિયા જવા માટે કેવી રીતે પ્રેરાઈ એની અમે શોધ ચલાવી રહ્યા છીએ.

ISISને ઈરાનના ન્યુક્લિયર સીક્રેટ જોઈએ છે


આતંકવાદી સંગઠન ISISને એમના સ્વઘોષિત ખલીફાને શક્તિશાળી બનાવવા અને એનો વિસ્તાર કરવા માટે ઈરાનના ન્યુક્લિયર શસ્ત્રો જોઈએ છે અને એથી હવે એ દિશામાં કામ કરે છે. તેમણે હવે એના મેમ્બરોને ઈરાન સામે યુદ્ધ લડવા માટે તૈયાર કર્યા છે.