વડાપ્રધાને આપ્યો પોતાના કામનો હિસાબ

13 October, 2014 08:49 AM IST  | 

વડાપ્રધાને આપ્યો પોતાના કામનો હિસાબ




પાલઘર (મહારાષ્ટ્ર) : તા, 13 ઓગષ્ટ

પાલઘર ખાતે એક ચૂંટણી સભાને સંબોધતા તેમણે કોંગ્રેસને નિશાન બનાવીને કહ્યું હતું કે હું કોઈ વડાપ્રધાનના ઘરે નથી જન્મ્યો. તેથી મને હિસાબ આપવામાં કોઈ સમસ્યા પણ નથી. હું દેશની જનતાને જવાબ જરૂર આપીશ. હું જવાબ આપવા બંધાયેલો છુ.

થોડા સમય પહેલા જ પાલઘરને નવો જીલ્લો બનાવવામાં આવ્યો હતો. પાઘલર જીલ્લાની ગુજરાત સાથે જમીની અને દરિયાઈ સરહદો જોડાયેલી છે. અહીં મોટી સંખ્યામાં માછીમારો પણ વસતા હોવાથી વડાપ્રધાન મોદીએ માછીમારોને રિઝવવાનો પ્રયત્ન કર્યો હતો. તેવી જ રીતે મોદીએ અહીં વસતા દક્ષિણ ભારતીયોને પણ ભાજપ તરફી વાળવા યુદ્ધગ્રસ્ત ઈરાકમાં ફસાયેલી કેરળની નર્સોને તેમની સરકારે સુરક્ષીત રીતે ભારત લાવી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ દ્વારા કેન્દ્રની સરકાર પાસે અત્યાર સુધીનો હિસાબ માંગવાના મુદ્દે કોંગ્રેસને જ ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું હતું કે છેલ્લા 60 વર્ષથી દેશપર શાસન કરનારી કોંગ્રેસ અમારી પાસે 60 દિવસનો હિસાબ માંગી રહી છે. શું કોંગ્રેસે 60 વર્ષનો હિસાબ આપ્યો છે?  જોકે તેમ છતાં મોદીએ તેમની આગેવાની હેઠળની સરકારે કરેલા કામોનો ચીતાર લોકો સમક્ષ રજ્ય કર્યો હતો.

વડાપ્રધાને ગણાવેલા તેમના કામો


1 વડાપ્રધાન બન્યા બાદ સૌથી પહેલા જો મે કોઈ મુદ્દે વિદેશી નેતાઓ સાથે વાત કરી તો તે ભારતીય માછીમારોના મુદ્દે હતી. પાકિસ્તાન સાથે આ બાબતે વાત કરી અને સેંકડો માછીમારોને પાકિસ્તાનની જેલમાં છોડી મુકવામાં આવ્યા. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર પાકિસ્તાન તરફથી 200 માછીમારો મુક્ત કરવામાં આવ્યા. અમે 50 થી વધારે નૌકાઓ પણ છોડાવી છે. તેમણે કહ્યું હતું કે મેં જાતે પાકિસ્તાનના વડાપ્રધાનને કહ્યું હતું કે તમે અમારા માછીમારોની સાથો સાથ તેમની નૌકાઓ પણ જપ્ત કરી લો છો.

2. ખાડી દેશોમાં કામ કરનારા ગરીબ પરિવારના કારીગરો વિદેશોમાં કામ કરતા હતાં જે ત્રણ ત્રણ વર્ષથી જેલોમાં બંધ હતા. અગાઉની દિલ્હીની સરકારે ક્યારે આ મુદ્દે સાંભળ્યું નથી. અમે એ તમામને વિદેશી તાકાતો સાથે વાત કરી તેમને જેલમાંથી મુક્ત કરાવ્યા.

3. ઈરાકના યુદ્ધમાં ફસાયેલી કેરળની નર્સોને અમે સુરક્ષીત વતન પરત લાવ્યા. કેરળના ગરિબ પરિવારની દિકરીઓ ઈરાકમાં સેવાનું કામ કરતી હતી. તેઓ આતંકવાદીઓના કબજામાં હતી. અમે તેમને એક પણ ખરોચ આવવા દીધી નહીં અને સુરક્ષીત ઘરે પરત લાવ્યા.

4. એવા હજારો લોકોએ બેંકમાં ખાતા ખોલાવ્યા જેમની પાસે જમા કરાવવાના પણ પૈસા નથી.