ફ્રી રોમિંગ માર્ચ ૨૦૧૩થી લાગુ કરવાનો કંપનીઓને આદેશ

05 December, 2012 05:08 AM IST  | 

ફ્રી રોમિંગ માર્ચ ૨૦૧૩થી લાગુ કરવાનો કંપનીઓને આદેશ




આના કારણે દેશના કરોડો મોબાઇલધારકોને ફાયદો થશે. મોબાઇલ ફોન કંપનીઓને તેમની આવકમાં રોમિંગ ફીનો હિસ્સો ૧૦ ટકા જેટલો હોય છે. આથી આ માટે એમણે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને ચેતવણી આપી છે કે જો આ પ્રણાલી લાગુ કરવી હશે તો એમને મોબાઇલ ચાર્જિસમાં નાછુટકે વધારો કરવો પડશે. સેલ્યુલર ઑપરેટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાએ સરકારના આ નર્ણિયની ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે પહેલાં નીતિવિષયક બાબતો પર એમનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.