હૈદરાબાદમાં લોકલ અને પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત, બચાવ કામગીરી શરૂ

11 November, 2019 04:01 PM IST  |  Hyderabad

હૈદરાબાદમાં લોકલ અને પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત, બચાવ કામગીરી શરૂ

હૈદરાબાદમાં લોકલ અને પેસેન્જર ટ્રેન વચ્ચે અકસ્માત (PC : ANI)

હૈદરાબાદમાં આજે ટ્રેનનો મોટો અકસ્માત થયો છે. સમાચાર એજન્સી એએનઆઇએ આપેલી જાણકારી પ્રમાણે કાચીગુડા રેલવે સ્ટેશન પાસે બે ટ્રેનો વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. જોકે હજુ સુધી આ ઘટનામાં કોઇ પણ પ્રકારની જાનહાની થઇ હોવાની જાણકારી નથી મળી. ઘટના બાદ તરત જ રાહત અને બચાવ કાર્યની ટીમ પહોંચી ગઇ હતી. મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે કાચીગુડા અને મલકપેટ રેલવે સ્ટેશન વચ્ચે MMTS ટ્રેન અને એક યાત્રી ટ્રેન વચ્ચે અકસ્માત થયો હતો. મળી રહેલ માહિતી પ્રમાણે આ ઘટનામાં 10 લોકોને ઇજા પહોંચી છે. જોકે ઓફિશિયલી આ આકડો હજુ સુધી રેલવે અધિકારીએ જાહેર કર્યો નથી.

ન્યૂઝ એજન્સી એએનઆઇએ આની માહિતી આપી. હૈદરાબાદમાં ટ્રો ટ્રેનોના આ એક્સિડેન્ટમાં લિંગમપલ્લી-ફલકનુમા ટ્રેનના 3 ડબ્બા અને કુરનૂલ સિટી-સિકંદરાબાદ હિર્રી એક્સપ્રેસના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે આ અકસ્માતમાં અત્યાર સુધી કુલ 5 લોકો જોખમી થયા છે એવું કહેવામાં આવી રહ્યું છે, જેમાં 2 લોકો સામાન્ય રીતે જોખમી ચે અને 3ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માત પછી બચાવ અભિયાન હજી ચાલું છે.

કેવી રીતે થઈ આ ઘટના?
ઘટના તે વખતે થઈ જ્યારે લિંહમપલ્લી-ફલકનુમા એમએમટીએસ (ટ્રેન નંબર-47178) પ્લેટફૉર્મ નંબર 2 પર લગભગ સવારે 10 વાગીને 40 મિનિટ પર પહોંચી અને કથિત રુપે આના મોટરનેમ સિગ્નલ વગર શરૂ થયું અને તેના પછી આ કુરનૂલ સિટી-સિકંદરાબાદ શિલાઈ એક્સપ્રેસ (ટ્રેન નંબર-47178) સાથે ભટકાણી, જે પ્લેટફૉર્મ નંબર 4 પર ઊભી હતી. હાલ ટ્રેનમાંથી પ્રવાસીઓને કાઢવાનો પ્રયત્ન ચાલુ છે.

national news hyderabad indian railways