ગર્લફ્રેન્ડ સાથેનો MMS ફરતો થતાં યુવાને સુસાઇડ કર્યું

23 August, 2012 05:39 AM IST  | 

ગર્લફ્રેન્ડ સાથેનો MMS ફરતો થતાં યુવાને સુસાઇડ કર્યું

૨૧ વર્ષના અજુર્ન મૈનકર નામના યુવાને બે પેજની સુસાઇડ-નોટમાં લખ્યું હતું કે ક્લિપ ફરતી થયા બાદ ગર્લફ્રેન્ડના પરિવારજનો તેને ધમકીઓ આપતા હતા એટલા માટે નાછૂટકે તેણે આત્મહત્યા કરી છે. કથિત એમએમએસ ક્લિપમાં અજુર્ન અને તેની ગર્લફ્રેન્ડને વાંધાજનક સ્થિતિમાં દર્શાવવામાં આવ્યાં છે. આ વિડિયો-ક્લિપ અજુર્નના જ મોબાઇલ ફોન દ્વારા શૂટ કરવામાં આવી હતી.

 

વિડિયો-ક્લિપ ફરતી થયા બાદ બન્નેના પરિવારજનો તેમનાં લગ્ન કરાવી દેવા તૈયાર થયા હતા. લગ્ન માટે ર્કોટમાં ઍફિડેવિટ પણ ફાઇલ કરવામાં આવી હતી. જોકે બાદમાં યુવતીની માતા તથા તેના ભાઈઓએ અજુર્નને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું તથા તેની બહેનને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. પોલીસે અજુર્નની સુસાઇડ-નોટને આધારે તેની ગર્લફ્રેન્ડના પરિવારજનો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ કેસ દાખલ કર્યો છે.   

એમએમએસ = મલ્ટિમિડિયા મેસેજિંગ સર્વિસ