રાજકારણી અટકળો વચ્ચે મિથુન ચક્રવર્તી રવિવારે શૅર કરી શકે છે PM સાથે મંચ

06 March, 2021 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

રાજકારણી અટકળો વચ્ચે મિથુન ચક્રવર્તી રવિવારે શૅર કરી શકે છે PM સાથે મંચ

મિથુન ચક્રવર્તી (ફાઇલ ફોટો)

બૉલીવુડ અભિનેતા અને TMCથી રાજ્યસભાના પૂર્વ સાંસદ મિથુન ચક્રવર્તી કાલે (7 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કોલકાતાના બ્રિગેટ પરેડ ગ્રાઉન્ડમાં મંચ શૅર કરી શકે છે. જો કે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે બૉલીવુડ સ્ટાર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) આગામી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election0 માટે બીજેપીનું પ્રચાર કરશે કે નહીં. શક્યતા દર્શાવવામાં આવી રહી છે કે મિથુન બીજેપીની ટીકિટ પર ચૂંટણી લડી શકે છે. રવિવારના કાર્યક્રમ પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત 16 ફેબ્રુઆરીના તેમના મુંબઇ સ્થિત બંગલા પર મુલાકાત કરવા પહોંચ્યા હતા. જેના પછી તેમના બીજેપીમાં જવાની અટકળોને વેગ મળ્યો હતો.

બીજેપીના સૂત્રો પ્રમાણે, મિથુન બીજેપીના તે પ્રમુખ ચહેરાઓમાં સામેલ થશે જે પશ્ચિમ બંગાળ મમતા બેનર્જી વિરુદ્ધ મોરચો ખોલશે. પશ્ચિમ બંગાળમાં બીજેપીના ઉપાધ્યક્ષ જય પ્રકાશ મજૂમદાર પ્રમાણે મિથુન ચક્રવર્તી તે મહત્વપૂર્ણ બંગાળના લોકોમાં સામેલ છે, જે રાજ્યની મમતા સરકારના શાસનને લઈને ચિંતિત છે.

જણાવવાનું કે 70 વર્ષીય બૉલીવુડ એક્ટરની પશ્ચિમ બંગાળમાં જબરજસ્ત ફૅન ફૉલોઇંગ છે. ખાસ કરીને વર્ષ 2006માં રિલીઝ થયેલી તેમની ફિલ્મ વિધાયક ફાટકેશ્ટો (MLA Fatakeshto) પછી તેમની આ ફિલ્મનો કે ડાયલૉગ ખૂબ જ પ્રચલિત થયો હતો. 'મર્દો એકેને, લશ પોરબાય શોશનેય.' (મારુંગા યહાં, શરીર મિલેગા શ્મશાન ઘાટ મેં).

જણાવવાનું કે મિથુન ચક્રવર્તીએ 2 વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહ્યા પછી સીટ છોડી દીધી હતી. હકીકતે શારદા ચિટ ફંડ મામલે EDએ તેમની પૂછપરછ કરી હતી. એક ટીવી ન્યૂઝ ચેનલના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે તેમણે 1.2 કરોડ રૂપિયાની રકમ લીધી હતી. મામલે પૂછપરછ પછી બૉલીવુડ એક્ટરે આ રકમ EDને પાછી સોંપી દીધી હતી અને સ્વાસ્થ્યનો હવાલો આપતા રાજ્યસભામાંથી પણ રાજીનામું આપી દીધું હતું.

national news west bengal mamata banerjee mithun chakraborty narendra modi