13 August, 2025 10:45 AM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
મિથુન ચક્રવર્તી (તસવીર: એજન્સી)
અભિનેતામાંથી રાજકારણી બનેલા મિથુન ચક્રવર્તીએ પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારીના ભારત વિરોધી નિવેદન પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે ટીકા કરતાં કહ્યું જો આપની ખોપરી સટકી થઈ જશે, તો એક પછી એક બ્રહ્મોસને ચલાવવામાં આવશે. મંગળવારે કોલકાતામાં પત્રકારો સાથે વાત કરતા મિથુન ચક્રવર્તીએ કહ્યું, "જો તેઓ આવી વાતો કહેતા રહેશે તો આપણી ખોપરી સટકી જશે, તો એક પછી એક બ્રહ્મોસન છોડવામાંઆવશે.” તેઓ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સૈન્ય દળોની હિંમતભરી કાર્યવાહીનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
ભાજપ નેતાની આ ટિપ્પણી બિલાવલ ભુટ્ટોના નિવેદન પછી આવી છે. ભુટ્ટોએ ધમકી આપી હતી કે “જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો યુદ્ધ ફાટી નીકળશે.” ચક્રવર્તીએ સિંધુ જળ સંધિમાં ફેરફારો અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાનની ભારતને નવી ચેતવણીની આકરી ટીકા કરી હતી.
અમે આવો બંધ બનાવવાનું પણ વિચાર્યું છે...
આ અંગે બોલતા અને પાકિસ્તાન પર કટાક્ષભરી ટિપ્પણી કરતા તેમણે આગળ કહ્યું, "અમે એવો બંધ બનાવવાનું પણ વિચાર્યું છે જ્યાં 140 કરોડ લોકો પેશાબ કરશે. તે પછી, અમે બંધ ખોલીશું, અને પાકિસ્તાનમાં સુનામી આવશે. મને પાકિસ્તાનના લોકો સાથે કોઈ ફરિયાદ નથી. મેં આ બધું તેમના (બિલાવલ ભુટ્ટો) માટે કહ્યું છે.”
સિંધુ જળ સંધિને સ્થગિત કરવી એ આપણી સંસ્કૃતિ પર હુમલો છે - ભુટ્ટો
સિંધ સરકારના સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, બિલાવલ ભુટ્ટોએ સોમવારે દાવો કર્યો હતો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનથી દૂર વાળવું એ દેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને સભ્યતા પર હુમલો છે, ખાસ કરીને સિંધ માટે. બિલાવલે કહ્યું, "જો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિંધુ નદી પર હુમલો જાહેર કરે છે, તો તેઓ આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને આપણી સભ્યતા પર હુમલો કરે છે."
તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે પાકિસ્તાન સામે ઘણી કડક કાર્યવાહી કરી હતી. આમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાન આના કારણે ગુસ્સે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પહેલાથી જ જાહેરાત કરી હતી કે ભારત આ ઐતિહાસિક કરારને ક્યારેય પુનઃસ્થાપિત કરશે નહીં.
પાકિસ્તાનના આર્મી ચીફની પણ ભરતને યુદ્ધની ધમકી
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે ભારતને મિસાઇલ હુમલાની ધમકી આપી છે. આ સાથે મુનીરે ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત ગુજરાતના જામનગર સ્થિત તેમના રીલાયન્સ ઓઇલ રિફાઇનરીને પણ ઉડાવી દેવાનો બફાટ કર્યો છે.
અસીમ મુનીરની મુલાકાત બાદ અમેરિકાએ બલૂચિસ્તાન લિબરેશન આર્મીને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું
યુનાઇટેડ સ્ટેટ્સના સ્ટેટ ડિપાર્ટમેન્ટે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને એની માજિદ બ્રિગેડને ફૉરેન ટેરરિસ્ટ ઑર્ગેનાઇઝેશન (FTO) તરીકે ઘોષિત કર્યાં છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની અમેરિકાની મુલાકાત પછી આ જાહેરાત થઈ છે. ૨૦૨૪માં BLAએ કરાચી ઍરપોર્ટ અને ગ્વાદર પોર્ટ ઑથોરિટી કૉમ્પ્લેક્સ નજીક આત્મઘાતી હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી. ૨૦૨૫ના માર્ચમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટ્રેનના હાઇજૅક પાછળ BLAનો હાથ હતો, જેમાં ૩૧ નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓનાં મોત થયાં હતાં અને ૩૦૦થી વધુ મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા હતા.